Delhi

રાઉઝ એવન્યુ કોર્ટે રાહુલ ગાંધીને પાસપોર્ટ માટે આગામી ૩ વર્ષની એનઓસી આપી

દિલ્હી
રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આગામી ૩ વર્ષ માટે એનઓસી આપી છે. સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીએ પોતાનો રાજકિય પાસપોર્ટ સબમિટ કરી દીધો હતો.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે, વિશેષ કોર્ટે તેમને નવો પાસપોર્ટ બનાવવાની મંજૂરી આપી છે. તેમને મળેલ આ ર્દ્ગંઝ્ર આગામી ૩ વર્ષ માટે માન્ય રહેશે. સંસદનું સભ્યપદ છોડ્યા પછી, તેણે પોતાનો રાજકિય પાસપોર્ટ જમા કરાવી દીધો છે અને પોતાના માટે બનાવેલ સામાન્ય પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી છે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પાસપોર્ટ મામલે રાહુલ ગાંધીને ર્દ્ગંઝ્ર આપવાનો વિરોધ કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં જામીન પર છે અને આ મામલાની સંવેદનશીલતાને જાેતા તેમને પાસપોર્ટ મેળવવા માટે ર્દ્ગંઝ્ર આપવામાં આવી જે ન આપવી જાેઈએ નહીં.રાહુલ ગાંધીને પાસપોર્ટ આપવાના કેસની સુનાવણી માટે ડો.સુબ્રમણ્યમ સ્વામી અને રાહુલના વકીલ કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. રાહુલના પાસપોર્ટ પર ર્દ્ગંઝ્ર આપવાના મામલે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. આ દરમિયાન સ્વામીએ કોર્ટને કહ્યું કે, સામાન્ય વ્યક્તિ વધુમાં વધુ ૧૦ વર્ષ સુધી પોતાનો પાસપોર્ટ મેળવી શકે છે પરંતુ આ એક ખાસ કેસ છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, ૧૦ વર્ષ માટે પાસપોર્ટ જારી કરવા માટે કોઈ માન્ય કે અસરકારક કારણ નથી. તેમણે કહ્યું કે, મૂળભૂત અધિકારોની જેમ પાસપોર્ટ રાખવાનો અધિકાર પણ સંપૂર્ણ અધિકાર નથી. આ સિવાય સ્વામીએ કોર્ટને કહ્યું કે ૨૦૧૯માં રાહુલ ગાંધીને મંત્રાલય દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું રાહુલ ગાંધી પાસે બ્રિટિશ પાસપોર્ટ છે? પરંતુ તેણે આ અંગે કોઈ સાચો જવાબ આપ્યો ન હતો.સ્વામીના કહેવા પ્રમાણે, ભારતના કાયદા અનુસાર, જાે કોઈના નાગરિક પાસે બીજા દેશની નાગરિકતા છે, તો તેને ભારતીય નાગરિકતા મળી શકે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *