નવીદિલ્હી
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને લઇ એક એવા અહેવાલો સામે આવી રહ્યાં છે જે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેઓ હવે રાજયસભાની પહેલી હરોળની બેઠકની જગ્યાએ અંતિમ હરોળની એક સીટ પર બેઠેલા નજરે આવી પડી રહ્યાં છે કોંગ્રેસ પાર્ટીના સુત્રોએ આ સંબંધમાં માહિતી આપી છે અને કહ્યું છે કે આ પગલુ વ્હીલચેયર દ્વારા સિંહ (ઉવ.૯૦)ની ઉચ્ચ ગૃહમાં અવરજવરને સુગમ બનાવવા માટે ઉઠાવવામાં આવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ અને દિગ્વિજયસિંહ હવે પાર્ટી દ્વારા તેમને ફરીથી ફાળવવામાં આવેલ બેઠક બાદ પહેલી હરોળની બેઠકો પર બેસશે.કોંગ્રેસે આ સત્રમાં બેઠકોની ફરી ફાળવણી કરી છે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની બેઠકને લઇ જયારે અહેવાલો આવ્યા તો લોકોએ એ જાણવા માટે ઇચ્છુકતા દર્શાવી કે આમ કેમ કરવામાં આવ્યું પાર્ટીના સુત્રોએ જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન સિંહને તેમની સુવિધા માટે અંતિમ હરોળની બેઠક ફાળવવામાં આવી છે કારણ કે તેઓ હવે વ્હીલચેયર પર છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજયસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે ગૃહના ઉપસભાપતિ હરિવંશની બાજુમાં પહેલી હરોળમાં પોતાની બેઠક પર બની રહેશે વિરોધ પક્ષ તરફથી પહેલી હરોળમાં રહેનારા અન્ય નેતાઓમાં પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા,સંજયસિંહ આપ,પ્રેમચંદ્ર ગુપ્રા રાજદ,ડેરેક ઓ બ્રાયન ટીએમસી, કે કેશવરાવ બીઆરએસ અને તિરૂચિ શિવા ડીએમકે સામેલ છે સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપે અંતિમ હરોળમાં બેઠકોની વ્યવસ્થામાં પણ કેટલોક ફેરફાર કર્યા છે જયારે પહેલી હરોળમાં બેસનારાઓ માટે કોઇ પરિવર્તન કર્યુ નથી
