નવીદિલ્હી
ૈંઁન્ ૨૦૨૩ની ૫મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ઇઝ્રમ્) અને મુંબઈ ઈન્ડિયન્સ (સ્ૈં) વચ્ચે રમાઈ હતી. જેમાં બેંગ્લોરે પોતાના હોમ ગ્રાઉન્ડ પર કમાલ કરી બતાવીને ૮ વિકેટથી મેચ જીતી લીધી છે. આ જીતમાં કેપ્ટન ફાફ ડુપ્લેસી (હ્લટ્ઠક ઙ્ઘે ઁઙ્મીજજૈજ)નો મહત્વનો રોલ રહ્યો છે. ડુપ્લેસીએ કમાલની બેટિંગ કરીને તરખાટ મચાવ્યો અને ફિલ્ડિંગ દરમિયાન આ ૩૮ વર્ષના ખેલાડીએ ગજબની સ્ફૂર્તિ બતાવી હતી. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં પહેલી બેટિંગ કરીને ૧૭૨ રનનું લક્ષ્ય આપ્યું હતું, જેને આરસીબીએ સરળતાથી પ્રાપ્ત કરી લીધું હતું. આ મેચમાં ફાફ ડુપ્લેસીના પરફોર્મન્સની ઘણી ચર્ચા થઈ રહી છે. જેમાં તેણે ૧૮મી ઓવરમાં હર્ષ પટેલના પહેલા જ બોલે ઋત્વિક શૌકીને ફુલ લેન્થ બોલ પર કવર્સની ઉપરથી મારવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, બોલ બેટ પર બરાબર ના આવતા બોલ સર્કલની અંદર જ રહ્યો હતો. આ દરમિયાન સ્ફૂર્તિ સાથે ફિલ્ડિંગ કરી રહેલા આરસીબી કેપ્ટન ફાફે ઝડપથી બોલનો પીછો કરીને હવામાં છલાંગ લગાવીને શાનદાર કેચ કરી લીધો હતો. ડુપ્લેસીનો આ કેચ જાેઈને સાથી ખેલાડીઓ જ નહીં, પરંતુ સ્ટેડિયમમાં ફેન્સ પણ ખુશથી ઉછળી પડ્યા હતા. ડુપ્લેસીના શાનદાર કેચના કારણે શૌકીનની ઈનિંગ્સ માત્ર ૩ બોલમાં જ પૂર્ણ થઈ ગઈ હતી. તે માત્ર ૫ રન બનાવીને માત્ર ૫ રનમાં જ આઉટ થઈ ગયો હતો. આ કેચ પછી કેપ્ટને બેટિંગમાં પણ તોફાન મચાવ્યું હતું. ડુપ્લેસીએ માત્ર ૪૩ બોલમાં ૫ ચોગ્ગા અને ૬ છગ્ગા સાથે ૭૩ રન બનાવ્યા હતા. ડુપ્લેસીનો સાથ આપી રહેલા વિરાટ કોહલી સાથે ૮૯ બોલમાં ૧૪૮ રનની પાર્ટનરશીપ કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સની પહેલી જ મેચમાં કેપ્ટન રોહિત શર્મા નિષ્ફળ રહ્યો હતો, તે ૧૦ બોલમાં માત્ર ૧ રન બનાવીને આકાશ દીપના હાથ કેચ આઉટ થયો હતો. આ પછી ટપોટપ વિકેટ પડી રહી હતી પરંતુ બીજા છેડે તિલક વર્માએ નોટ આઉટ રહીને માત્ર ૪૬ બોલમાં ૮૪ રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સ ૧૭૧ રનનું લક્ષ્ય બેંગ્લોરને આપી શકી હતી. લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી ડુપ્લેસીની ટીમે શાનદાર શરુઆત કરી હતી. જેમાં વિરાટ કોહલીએ ૪૯ બોલમાં ૬ ચોગ્ગા અને ૫ છગ્ગા સાથે ૮૨ રન અને કેપ્ટન ડુપ્લેસીએ ૭૩ રન બનાવ્યા હતા. આ બન્ને ખેલાડીઓ સેટ થયા બાદ ૧૪.૫ ઓવરમાં ટીમે કેપ્ટનના રૂપમાં પહેલી વિકેટ ગુમાવી હતી. પરંતુ કોહલી જીત સુધી પીચ પર રહ્યો હતો અને ૧૬.૨ ઓવરમાં ટીમે લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.
