Delhi

લોકડાઉન સમયની વરવી વાસ્તવિકતા દર્શાવતી ફિલ્મ ‘ભીડ’નું જાેરશોરથી ચાલી રહ્યું છે પ્રમોશન

નવીદિલ્હી
લોકડાઉન સમયની વરવી વાસ્તવિકતા દર્શાવતી ફિલ્મ ‘ભીડ’નું પ્રમોશન જાેરશોરથી ચાલી રહ્યું છે. ફિલ્મની સમગ્ર કાસ્ટ ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચી હતી અને કપિલની સાથે મજાક-મસ્તી કરતા સમયે ફિલ્મના શૂટિંગ સમયના અનેક કિસ્સા શેર કર્યા હતા. ફિલ્મનું ટ્રેલર દર્શકોને પસંદ આવી રહ્યું છે. લોકડાઉન સમયે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોએ વેઠેલી મુશ્કેલીઓને આગવા અંદાજમાં રજૂ કરતી આ ફિલ્મને બ્લેક એન્ડ વ્હાઈટમાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મને બ્લેક એન્ડ વ્હાઈટમાં શૂટ કરવાના ર્નિણય અંગે વાત કરતા નિર્દેશક અનુભવ સિંહાએ જણાવ્યું હતું કે, આ આઈડિયા સૌથી પહેલા મને આવ્યો હતો પણ હું થોડો કન્ફ્યુઝ હતો. અત્યારે ચાલી રહેલા ટ્રેન્ડથી એકદમ વિપરીત રીતે ફિલ્મને શૂટ કરવાના વિચારને ટીમની સાથે ચર્ચા કરીને લીધો હતો. અમે વિચારતા હતા કે, લોકોને આ અખતરો કેવો લાગશે પણ લોકોને ટ્રેલર પસંદ આવી રહ્યું છે અને મળી રહેલા રિસ્પોન્સથી ગદગદ છીએ. આપણે ‘મુઘલે આઝમ’ને પણ કલર ફોર્મેટમાં તૈયાર કરી દીધી છે પણ અમારો આ અખતરો કંઈક નવું કહી જશે તેવું અમારું માનવું છે. ફિલ્મમાં એક્ટર આશુતોષ રાણાને રાજકુમાર રાવને થપ્પડ મારતા દર્શાવવામાં આવ્યા છે. આ સીનના શૂટિંગ અંગે વાત કરતા આશુતોષે જણાવ્યું હતું કે, તે સમયે હું રાજકુમારને ફક્ત મારવાની એક્શન કરી રહ્યો હતો પણ રાજકુમાર ઈચ્છતો હતો કે, હું તેને ખરેખર એક લાફો મારી દઉં જેથી સીનમાં ઈમોશન્સ પરફેક્ટ રીતે પકડાઈ જાય. હું અને રાજ આ અંગે ચર્ચા કરતા હતા અને તે સમયે અનુભવ સિંહા અમારી પાસે આવ્યા અને તેમણે પૂછ્યું કે, શું ચર્ચા ચાલી રહી છે અને મેં રાજકુમારની ડિમાન્ડ જણાવી. રાજકુમારની ઈચ્છાને માન આપતા અનુભવ સિંહાએ તુરંત જ આશુતોષને કહ્યું હતું કે, જાે રાજકુમારની ખરેખર લાફો ખાવાની ઈચ્છા છે તો મારી દે અને મેં તેને ગાલ પર એક તમાચો જડી દીધો હતો. ફિલ્મ ‘ભીડ’ આગમી ૨૪ માર્ચે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. અનુભવ સિંહાના નિર્દેશન હેઠળ તૈયાર થયેલી ફિલ્મમાં આશુતોષ રાણા, રાજકુમાર રાવ, ભૂમિ પેડનેકર, દિયા મિર્ઝા, કૃતિકા કામરા, પંકજ કપૂર, કુમુદ મિશ્રા, વિરેન્દ્ર સક્સેના જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ ટીમ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોવિડના કારણે ઊભી થયેલી લોકડાઉનની પરિસ્થિતિને કારણે ગરીબોએ વિતાવેલો ખરાબ સમય અને તેમના જીવનમાં તે સમયે બનેલી વિવિધ હૃદયસ્પર્શી ઘટનાઓને સિલ્વર સ્ક્રીન પર જાેઈને ભલભલા દર્શકો તેમના આંસુને નહીં રોકી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *