નવીદિલ્હી
મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ ૧લી ફેબ્રુઆરીએ નાણામંત્રી ર્નિમલા સિતારમણે રજૂ કર્યું હતું જે બાદ સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં બજેટ સત્ર પર ચર્ચા થઈ રહી છે ત્યારે ૭ ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી પર લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અદાણી મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા પરિણામે આ મુદ્દે ભાજપના સાંસદોએ આપત્તિ જણાવી હતી ત્યારે હવે લોકસભા સચિવાલયે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને નોટિસ પાઠવી છે એટલું જ નહીં ૧૫ ફેબ્રુઆરી સુધીમાં નોટિસનો જવાબ દાખલ કરવા કહ્યું છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જાેશીના વિશેષાધિકાર ભંગની નોટિસ પર સચિવાલયે રાહુલ ગાંધી પાસેથી જવાબ માંગ્યો છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને આ નોટિસનો જવાબ ૧૫ ફેબ્રુઆરી સુધીમાં દાખલ કરવા કહ્યું છે. રાહુલ ગાંધી પર લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદી વિરુદ્ધ ખોટા, તિરસ્કારપૂર્ણ, અસંસદીય અને ભ્રામક તથ્યો મૂકવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે લોકસભા સચિવાલયની વિશેષાધિકાર અને આચાર શાખાના ઉપસચિવે રાહુલ ગાંધીને ઈમેલ પર પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન લોકસભામાં વાતાવરણ ખૂબ જ ગરમ થઈ ગયું હતું જેના પર ભાજપના નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી. નિશિકાંત દુબેએ લોકસભાના સ્પીકરને પત્ર લખીને જણાવ્યું હતું કે ૭ ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં વડાપ્રધાન પર કોઈપણ પુરાવા વગર આક્ષેપો કર્યા હતા.


