Delhi

લોકસભામાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપ્યો, નામ લીધા વગર રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા

નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપ્યો હતો.પોતાના ભાષણમાં તેમણે રાહુલ ગાંધી પર નામ લીધા વગર પ્રહારો કર્યા હતાં તેમણે કહ્યું કે આ રાષ્ટ્રપતિનું અપમાન તો છે જ સાથે સાથે તે આદિવાસી સમુદાયો પ્રત્યેની તેમની નફરત પણ દર્શાવે છે. વિરોધ પક્ષના આરોપો પર મોદીએ કહ્યું કે દેશમાં દરેક સ્તરે,દરેક ક્ષેત્રમાં,દરેક વિચારમાં આશા દેખાઇ રહી છે વિશ્વાસથી ભરેલો દેશ તે સપના અને સંકલ્પનો દેશ છે પરંતુ અહીં કેટલાક લોકો ઉડી નિરાશામાં ડુબી ગયા છે. વડાપ્રધાને કહ્યું કે હું રાષ્ટ્રપતિનો તેમના અભિભાષણ માટે આભાર માનું છું પોતાના દુરંદેશી ભાષણમાં રાષ્ટ્રપતિએ આપણા બધાને અને દેશવાસીઓને માર્ગદર્શન આપ્યું છે ગણતંત્રના વડા તરીકે તેમની હાજરી દેશના કરોડો લોકો માટે પ્રેરણારૂપ છે. પીએમ મોદીનું સંબોધન જય શ્રીરામના નારા સાથે શરૂ થયું. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં રાષ્ટ્રપતિને અભિનંદન આપ્યા અને કહ્યું કે, અમે કરોડો દેશવાસીઓનું વિઝનરી ભાષણમાં માર્ગદર્શન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન પહેલા ગૃહમાં વિપક્ષી સાંસદોએ અદાણી મુદ્દા પર જેસીપી તપાસની માંગને લઈને બેનરો દેખાડ્યા. તેના પર સ્પીકર ઓમ બિરલાએ ટોક્યા અને કહ્યું કે તમને નેમ કરી શકાય છે. ત્યારબાદ બીઆરએસના સભ્યોએ વોકઆઉટ કરી દીધુ હતું. રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં સંકલ્પથી સિદ્ધિ સુધીનું માળખું દેશની સામે રાખ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આ ગૃહમાં બધા લોકોએ પોતાની રૂચિ અને પ્રવૃતિ અનુસાર પોતાની વાત રાખી. આ વાતોને જ્યારે સાંભળીએ અને સમજવાનો પ્રયાસ કરીએ તો તે પણ ખબર પડે છે કે કોની કેટલી ક્ષમતા છે. કોની કેટલી યોગ્યતા અને સમજ છે. કોનો શું ઈરાદો છે. તે પણ ખબર પડે છે. દેશ તેનું મૂલ્યાંકન પણ કરે છે. હું ચર્ચામાં સામેલ દરેક સભ્યોનો આભાર વ્યક્ત કરુ છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર પ્રહાર કર્યો. પીએમ મોદીએ કહ્યું કે કાલે કેટલાક લોકો ઉછળી રહ્યાં હતા. તેમણે કહ્યું કે કાલે કેટલાક લોકો બોલી રહ્યાં હતા તો ઇકોસિસ્ટમ ઉછળી રહ્યું હતું. પીએમ મોદીએ કહ્યુ કે કેટલાક લોકો કહી રહ્યાં હતા કે આ થઈને વાત. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન કેટલાક લોકો દૂર રહ્યાં. એક મોટા નેતા તો તેમનું અપમાન કરી ચુક્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે રાષ્ટ્રપતિના ભાષણમાં કહ્યું કે, મોટા-મોટા કૌભાંડો સરકારી યોજનામાં કૌભાંડો અને ભ્રષ્ટાચારથી દેશ મુક્તિ ઈચ્છતો હતો તે દેશને મળી રહી છે. પોલિસી પેરાલિસિસથી બહાર આવી આજે દેશ ઝડપી વિકાસ તરફ છે. મને આશા હતી કે આવી વાતોનો કેટલાક લોકો વિરોધ જરૂર કરશે… પરંતુ કોઈએ વિરોધ ન કર્યો. પીએમ મોદીએ કહ્યુ કે ગૃહમાં હસી મજાક ટીકા ટિપ્પણી થતી રહે છે પરંતુ તે ન ભૂલવું જાેઈએ કે આજે ગૌરવપૂર્ણ ક્ષણમાં આપણે જીવી રહ્યાં છીએ. મહામારી… યુદ્ધની સ્થિતિ… વિભાજીત વિશ્વ… આ સ્થિતિમાં દેશને જે રીતે સંભાળવામાં આવ્યો છે. તેનાથી દેશભરમાં આત્મવિશ્વાસ ભરાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં કહ્યું કે પડકાર વગર જીવન હોતું નથી. ઘણા દેશોમાં ભીષણ મોંઘવારી છે. ખાવા-પીવાનું સંકટ છે. આપણા પાડોશમાં પણ આવી સ્થિતિ બનેલી છે. આવી સ્થિતિમાં કોણ હિન્દુસ્તાની પર ગર્વ નહીં કકે કે આવા સમયમાં પણ દેશ ૫મી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે. આજે વિશ્વમાં ભારતને લઈને વિશ્વાસ છે. આજે ભારતને વિશ્વના સમૃદ્ધ દેશ જી૨૦ સમૂહની અધ્યક્ષતાનો પણ અવસર મળ્યો છે. આ દેશ માટે ગર્વની વાત છે. પરંતુ મને લાગે છે કે તેનાથી કેટલાક લોકોને દુખ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે છેલ્લા બેથી ત્રણ દાયકા અસ્થિરતાના રહ્યાં છે. તેમણે કહ્યું કે આજે દેશમાં સ્થિર સરકાર છે, ર્નિણય લેનારી સરકાર છે. તેમણે કહ્યું કે આજે દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે. ડિજિટલ ઈન્ડિયાની ચારેતરફ વાહવાહી થઈ રહી છે. એક જમાનો હતો જ્યારે નાની ટેક્નોલોજી માટે પણ દેશ તરસતો હતો. તેમણે વૈશ્વિક અસ્થિરતા, યુદ્ધની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ઈચ્છાશક્તિથી અમે સુધાર કરી રહ્યાં છીએ. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ તે સરકાર છે, એક પૂર્ણ બહુમતથી ચૂંટાયેલી સરકાર છે. જે રાષ્ટ્ર માટે ર્નિણય લઈ શકે છે. રિફોર્મ આઉટ ઓફ કંવિક્શન થઈ રહ્યાં છે. અમે આ માર્ગથી હટવાના નથી. દેશને જે સમયે જે જાેઈએ તે આપતા રહીશું. વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. કેટલાક લોકો તેને સ્વીકારી શકતા નથી. તેમણે રિન્યુએબલ એનર્જીમાં ચોથો સૌથી મોટો દેશ, મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં બીજા નંબરનો સૌથી મોટો દેશ બનવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજે ખેલાડીઓ પોતાનું સ્ટેટસ બતાવી રહ્યા છે. વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ભારત મેન્યુફેક્ચરિંગનું હબ બની ગયું છે. આજે દેશના દરેક ક્ષેત્રમાં આશા દેખાઈ રહી છે, પરંતુ કેટલાક લોકો તેને જાેઈ શકતા નથી. તેમણે સ્ટાર્ટઅપની ઝડપી વૃદ્ધિનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજે દેશમાં ૧૦૯ યુનિકોર્નની રચના થઈ છે. કાકા હાથરાસીને ટાંકીને તેમણે કહ્યું કે જે વિચારે છે, તે જ જાેશે. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો નિરાશ છે. આ નિરાશા પણ આવી જ નથી આવી.એક છે જનતાનો હુકમ, ફરી ફરીને આદેશ. તેમણે કહ્યું કે ૨૦૧૪ પહેલા અર્થવ્યવસ્થા ખાટી થઈ ગઈ હતી, ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો હતો. કંઈક સારું થાય છે અને નિરાશા બહાર આવે છે અને સામે આવે છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *