Delhi

વીર સાવરકર પર બનેલી ફિલ્મને લઈને થયો વિવાદ

નવીદિલ્હી
હાલમાં જ રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સ્વતંત્ર વીર સાવરકર’નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે, જે બાદ ફિલ્મને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. ટીઝર જાેયા બાદ તેના પર આંગળીઓ પણ ઉઠાવવામાં આવી રહી છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પ્રપૌત્ર ચંદ્ર કુમાર બોઝે ટીઝર સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે, ફિલ્મમાં તથ્યોને ખોટી રીતે બતાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ‘વીર સાવરકર’ના ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝે પણ વિનાયક દામોદર સાવરકરની વિચારધારાને સમર્થન આપ્યું હતું. પરંતુ આ ખોટું છે, કારણ કે સુભાષચંદ્ર બોઝ ધર્મનિરપેક્ષ હતા, બિનસાંપ્રદાયિક હતા. જ્યારે સાવરકર હિંદુ કટ્ટરવાદી હતા. સાવરકરની બાયોપિક ‘સ્વતંત્ર વીર સાવરકર’માં અભિનેતા રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પણ તેની દિગ્દર્શિત ડેબ્યૂ છે, જેનું ટીઝર ૨૮ મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, શહીદ ભગત સિંહ, ખુદીરામ બોઝથી લઈને સુભાષ ચંદ્ર બોઝ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ વીર સાવરકરની વિચારધારાથી પ્રેરિત હતા. બીજેપી નેતા શિશિર બજાેરિયાએ પણ બંને સ્વતંત્રતા સેનાનીઓને લઈને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, હું એટલું જ કહીશ કે, બંને મોટા નેતા હતા. બંને સાથે ઈતિહાસ ખોટો થયો. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ટીએમસીના વરિષ્ઠ નેતા સૌગત રોયે કહ્યું કે, તેમણે ફિલ્મ ‘સ્વતંત્ર વીર સાવરકર’નું ટીઝર જાેયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ખુદીરામ બોઝ સાવરકરથી પ્રેરિત હતા. ખુદીરામ બોઝને સાવરકર કે, નેતાજી સાથે કોઈ સંબંધ નહોતો. તેઓ સ્વામી વિવેકાનંદથી પ્રેરિત હતા.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *