નવીદિલ્હી
સપના ચૌધરી હરિયાણાની એક શાન છે જે એના ગીતો અને ઠુમકા માટે જાણીતી છે. હરિયાણાની ક્વીન તેમજ દેસી ક્વીનથી એના ફેન્સ સપનાને બોલાવતા હોય છે. સપનાના ડાન્સ વિડીયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થતા હોય છે. સપનાના ફોલોઅર્સની સંખ્યા પણ અનેક ઘણી છે. માત્ર હવે હરિયાણામાં જ નહીં, પરંતુ પંજાબ, પ્રશ્વિમી ઉત્તર પ્રદેશ સુધી દરેક લોકો સપના ચૌધરીના ફેન બની ગયા છે. સપનાના ફેન્સ વિદેશમાં પણ વસેલા છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. સપના ચૌધરીએ હરિયાણવી ગીત ‘પાની છલકે’ પર ડાન્સ કરતી જાેવા મળી રહી છે. વિડીયોમાં એનો જબરજસ્ત અંદાજ જાેવા મળી રહ્યો છે. સૂટ-સલવારની સાથે લાંબી જાળીદાર ચુંદડીમાં સપનાએ જાેરદાર ઠુમકા લગાવ્યા છે. લાંબી ચોટલી અને એના એક્સપ્રેશન્સ લોકોના દિલમાં રાઝ કરે છે. સપના ચૌધરી એની દિલકશ અદાઓ અને ડાન્સિંગ સ્કિલ્સથી લોકોના દિલમાં વસેલી છે. સપનાના ફેન્સ એની પરફોર્મની તસવીરોને મોબાઇલના કેમેરામાં કેદ કરી લેતા હોય છએ. દરેક લોકો ફૂલ ટૂ સપનાના ડાન્સને એન્જાેય કરતા હોય છે. આ સાથે જ મોબાઇલમાં પણ રેકોર્ડિંગ કરી લેતા હોય છે. સપના ચૌધરીએ આ સ્ટેજ પરર્ફોમન્સને દેસી ગીત યૂટ્યૂબ ચેનલ પર જારી કર્યો છે. સપનાનું આ પરર્ફોમન્સ યુપીના હરદોઇમાંથી થયુ હતુ. વિડીયો ચેનલ પર ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અપલોડ કરવામાં આવ્યો હતો. એક વર્ષમાં લોકોએ આ વિડીયોને ખૂબ પસંદ કર્યો. ઉલ્લેખનીય છે કે, જાે કે આ વિડીયો ૭૬ મિલીયનથી પણ વધારે વાર લોકોએ જાેઇ લીધો છે. આ વિડીયોના વ્યૂઝ અને ઓડિયન્સની ભીડ જાેઇને સપનાની પોપ્યુલેરિટીનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે. સપનાએ એના પરર્ફોમન્સથી ખરેખર યૂપીના લોકોને લૂંટી લીધા છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટૂ નથી. આમ, તમને ખ્યાલ હશે કે સપના ચૌધરી કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સપના ચૌધરીના અનેક ડાન્સ વિડીયો લોકોમાં હોટ ફેવરિટ બની રહ્યા છે.


