Delhi

સુપ્રીમ કોર્ટે બળાત્કાર કેસની સજા ભોગવી રહેલ વ્યક્તિને નિર્દોષ છોડ્યો, શું હતો મામલો જાણો..

નવીદિલ્હી
સર્વોચ્ચ અદાલતે બળાત્કારના કેસમાં ૧૦ વર્ષની સજા ભોગવી રહેલા વ્યક્તિને નિર્દોષ જાહેર કરતા કહ્યું કે લગ્નનું વચન પાળવાનો દરેક કેસ બળાત્કાર ન હોઈ શકે. સર્વોચ્ચ અદાલતે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટના સજાના આદેશોને બાજુ પર રાખ્યા હતા, પરંતુ પીડિતને વળતર આપવાના ર્નિણયને યથાવત રાખ્યો હતો. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની ખંડપીઠે જણાવ્યું હતું કે, “એ શક્યતાને નકારી શકાય નહીં કે આરોપીએ પૂરી ગંભીરતાથી છોકરી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું.” જાે કે, પાછળથી તેની સામે કેટલાક એવા અણધાર્યા સંજાેગો ઉભા થઈ શકે છે, જેના પર તે કાબૂ રાખી શક્યો નહીં અને તેણે તેની ઈચ્છા વિરુદ્ધ પણ લગ્નના વચનમાંથી પીછેહઠ કરવી પડી. આવી સ્થિતિમાં તેના વચનને ખોટો માનતા તેને કલમ ૩૭૬ હેઠળ બળાત્કારનો દોષી ઠેરવી શકાય નહીં. ખુદ પરિણીત હોવા છતાં મહિલાએ આરોપી સાથે સંબંધ બાંધ્યા બાદ બાળકને જન્મ પણ આપ્યો હતો, છૂટાછેડા લીધા બાદ ઘણા વર્ષો સુધી સાથે રહેતા હતા. આ કેસમાં રેકોર્ડ પર લાવવામાં આવ્યું છે કે ફરિયાદી ત્રણ બાળકો સાથે પરિણીત મહિલા હતી, આરોપી તેના ઘરની સામે ભાડે રહેતો હતો. બંને વચ્ચે નિકટતા વધી અને આ સંબંધમાંથી ૨૦૧૧માં એક બાળકનો જન્મ પણ થયો હતો. જ્યારે ફરિયાદી ૨૦૧૨ માં આરોપીના ગામ ગઈ ત્યારે તેણીને ખબર પડી કે તે પરિણીત છે અને તેને બાળકો પણ છે. આ પછી પણ તે આરોપી સાથે અલગ-અલગ જગ્યાએ રહેતી હતી. તેણે ૨૦૧૪માં પરસ્પર સંમતિથી તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને ત્રણ બાળકોને તેના પતિ સાથે છોડી દીધા હતા. ખંડપીઠે કહ્યું, બાદમાં થોડો વિવાદ થયો હતો, ફરિયાદીએ ૨૧ માર્ચ, ૨૦૧૫ના રોજ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો, જેમાં આરોપ લગાવ્યો હતો કે તેણે લગ્નના વચન પછી આરોપી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, પરંતુ બાદમાં આરોપીએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *