નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોની વાણી સ્વાતંત્ર્ય પર વધુ પ્રતિબંધા લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં પાંચ જજાેની બેન્ચે કહ્યું કે આ માટે બંધારણની કલમ ૧૯ (૨)માં જરૂરી જાેગવાઈઓ પહેલાથી જ અસ્તિત્વમાં છે. કોર્ટે કહ્યું કે કોઈપણ વાંધાજનક નિવેદન માટે માત્ર તે નિવેદન કરનાર મંત્રીને જ જવાબદાર ગણવા જાેઈએ. આ માટે સરકાર જવાબદાર ન હોવી જાેઈએ. જસ્ટિસ એસએ નઝીરની અધ્યક્ષતામાં બેંચે આ મામલાની સુનાવણી કરી હતી. તેમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ વી રામસુબ્રમણ્યમ અને જસ્ટિસ બીવી નાગરત્ના પણ સામેલ હતા. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં જાહેર હોદ્દા પર રહેલા લોકો માટે વાણી સ્વાતંત્ર્ય અંગે ગાઈડલાઈન બનાવવાની માંગ કરવામાં આવી હતી. ખરેખર, નેતાઓ માટે નિવેદનબાજીની મર્યાદા નક્કી કરવાનો મામલો ૨૦૧૬માં બુલંદશહેર ગેંગ રેપ કેસમાં ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી આઝમ ખાનના નિવેદનથી શરૂ થયો હતો. આઝમ ખાન દ્વારા જુલાઈ ૨૦૧૬ ના બુલંદશહર ગેંગ રેપને રાજકીય કાવતરું કહેવામાં આવ્યું હતું. આ પછી જ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. પાંચ જજાેની બંધારણીય બેંચની આગેવાની જસ્ટિસ એસએ નઝીરે કરી હતી. જ્યારે, તેમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમ અને જસ્ટિસ બી.વી.નાગરત્ના પણ સામેલ રહ્યા. પાંચ જજાેની બેન્ચે કહ્યું કે મંત્રીના નિવેદન બાબતે સરકારને જવાબદાર ન ઠેરવી શકાય. આ માટે મંત્રી પોતે જ જવાબદાર છે. જાે કે,જસ્ટિસ નાગરત્નાનો અભિપ્રાય બંધારણીય બેંચથી અલગ હતો. જસ્ટિસ નાગરત્ને કહ્યું- કલમ ૧૯(૨) સિવાય અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વધારે પ્રતિબંધ લાદી શકાય નહીં. જાે કે, કોઈ મંત્રી તેમની સત્તાવાર ક્ષમતામાં અપમાનજનક નિવેદનો કરે છે, તો આવા નિવેદનો માટે સરકારને જવાબદાર ઠેરવી શકાય છે. પરંતુ, જાે મંત્રીઓના નિવેદન સામાન્ય હોય, જે સરકારના સ્ટેન્ડને અનુરૂપ ન હોય, તો તેને વ્યક્તિગત ટિપ્પણી તરીકે ગણવું જાેઈએ. જસ્ટિસ નાગરત્નાએ વધુમાં કહ્યું કે બંધારણીય પદો પર બેઠેલા લોકોએ પોતે આત્મ નિરીક્ષણ કરવાની જરુર છે કે તેઓ જનતાને શું સંદેશ આપી રહ્યા છે. તે પાર્ટી પર આધાર રાખે છે કે પોતાના મંત્રીઓ દ્વારા આપવામાં આવતા ભાષણો પર નિયંત્રણ રાખે જે આચારસંહિતા બનાવીને કરી શકાય છે. કોઈપણ નાગરિક કે જેઓ આવા ભાષણો દ્વારા અથવા જાહેર પદો પર બેસેલી વ્યક્તિઓ દ્વારા અભદ્ર ભાષાના ઉપયોગથી અપમાન થાય છે, તે તે કોર્ટમાં જઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ૧૫ નવેમ્બરે આ મામલે પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે સાર્વજનિક પદો પર બેઠેલા લોકોએ આવી વાતો ના કરવી જાેઈએ, જે દેશવાસીઓ માટે અપમાનજનક હોય. ૨૯ જુલાઈ ૨૦૧૬ના રોજ બુલંદશહેરમાં ગેંગ રેપનો મામલો સામે આવ્યો હતો. ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂકેલા આઝમ ખાને આ અંગે વિવાદીત નિવેદનો આપ્યા હતા. જે બાદ જાહેર હોદ્દા પર રહેલા લોકો માટે વાણી સ્વાતંત્ર્ય પર ગાઈડલાઈન બનાવવાની માંગ કરવામાં આવી હતી.
