Delhi

સેંગોલને એક વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યુ હતુ ઃ હરદીપ સિંહ પુરી

નવીદિલ્હી
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્‌ઘાટન. આ દરમિયાન સેંગોલને સ્પીકરની ખુરશી પાસે રાખવામાં આવશે. પહેલા ઉદ્‌ઘાટનને લઈને તો હવે સેંગોલને લઈને વિપક્ષે હંગામો મચાવ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે સરકારે સેંગોલ વિશે ખોટા તથ્યો રજૂ કર્યા છે, જેના વિશે આટલી ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે દાવો કર્યો છે કે સેંગોલની ઐતિહાસિકતાના ઈતિહાસમાં કોઈ પુરાવા નથી. જયરામ રમેશના આ દાવા અંગે હવે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ એક પછી એક અનેક ટિ્‌વટ કર્યા છે. હરદીપ સિંહ પુરીએ દાવો કર્યો છે કે વર્ષ ૧૯૪૭માં અમેરિકાના ટાઈમ મેગેઝીનમાં એક લેખ છપાયો હતો અને જે લોકો નવા સંસદ ભવનનાં ઉદ્‌ઘાટનનો વિરોધ કરી રહ્યા છે તેઓએ આ લેખ વાંચવો જાેઈએ અને માહિતી મેળવવી જાેઈએ કે ‘સેંગોલ’ શેનું પ્રતીક છે. છેવટે, વર્ષ ૧૯૪૭ માં શું થયું હતું. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આઝાદી પહેલા તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ હિંદુ રીતિ-રિવાજાે મુજબ સેંગોલનું સ્વાગત કર્યું હતું. હવે આ લોકો આ સેંગોલનું અપમાન કરી રહ્યા છે. દંભ પૂરજાેશમાં છે. સેંગોલને અલગ-અલગ રંગોમાં રંગવાના પ્રયાસો થઈ રહ્યા છે અને મગરના આંસુ વહાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આ લેખ એવા લોકોએ વાંચવો જાેઈએ જેઓ એવું વિચારે છે કે પીએમ મોદીને બદલે તેમણે સંસદની નવી ઇમારત બનાવી છે. ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિત્તે લોકશાહીના મંદિરનો બહિષ્કાર કરવાનું બંધ કરો. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ લેખને ટાંકીને દાવો કર્યો હતો કે ૧૯૪૭માં આઝાદીની પૂર્વ સંધ્યાએ હવન કરવામાં આવ્યો હતો અને રેશમ અને સોનાથી બનેલા પીતામ્બરમને પીએમની આસપાસ વીંટાળવામાં આવ્યા હતા. આ દરમિયાન સેંગોલને વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો હતો.

File-01-Page-03-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *