Delhi

હવે વિદેશોમાં પણ વાગશે પ્રધાનમંત્રી મોદીનો ડંકો, અનેક દેશોમાં શરૂ થઈ રહી છે આ સેવા

નવીદિલ્હી
આરબીઆઈ સિંગાપુર પછી ઈંડોનેશિયા, યુએઈ અને મોરેસિયસ સહિતના દેશોમાં શરૂ કરવા જઈ રહી છે આ સર્વિસ. જેનાથી અનેક લોકોને મદદ થશે. આરબીઆઈ ડાયરેક્ટ પેમેન્ટ લિંક સેટ કરવા માટે વાતચીત કરી રહી છે, જેથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ઝડપી અને સસ્તા ફંડ ટ્રાન્સફર કરી શકાય. ઇમ્ૈંના એક વરિષ્ઠ અધિકારીએ ય્૨૦ સમિટમાં નાણાંમંત્રી અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠક દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે કેટલાક લેટિન અમેરિકન દેશોએ ેંઁૈંનો રસ દાખવ્યો છે. સેન્ટ્રલ બેંક ેંઁૈં અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (ઝ્રમ્ડ્ઢઝ્ર), અથવા ડિજિટલ રૂપિયો, ઇવેન્ટમાં પ્રતિનિધિઓને પ્રદર્શિત કરી રહી છે અને વિદેશીઓને પણ ેંઁૈં નો ઉપયોગ કરવાની મંજૂરી આપી રહી છે. નિયમનકારો અને સરકાર ફંડ ટ્રાન્સફરમાં મદદ કરવા માટે ેંઁૈં પેમેન્ટ લિંકને વિસ્તૃત કરવા અને લેવામાં આવતા સમયને ઘટાડવા અને બેંકો દ્વારા વસૂલવામાં આવતા ઊંચા ખર્ચને દૂર કરવા આતુર છે. આ પગલું ખાસ કરીને ભારતીય પ્રવાસીઓ માટે ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે.આરબીઆઈના અધિકારીએ કહ્યું કે બિનનિવાસી ભારતીયો માટે યુપીઆઈનો ઉપયોગ પણ આવતા મહિને શરૂ થશે, જેથી આ ટૂલનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ફોન નંબર દ્વારા થઈ શકે. ટેક્નિકલ સમસ્યાઓના કારણે તેનો અમલ થઈ શક્યો નથી.

Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *