નવીદિલ્હી
પીએમ મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતના ૧૦૦મો એપિસોડ આગામી મહીને પુરો થશે કાર્યક્રમને લઇ ભાજપ તરફથી વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે આગામી મહીને ૩૦ એપ્રિલને પીએમ મોદીના મન કી બાતનો ૧૦૦મો એપિસોડનું પ્રસારણ થશે.એક લાખથી વધુ બુથ પર તેનું પ્રસારણ સંભળાવવાની યોજના ભાજપ તરફથી કરવામાં આવી રહી છે આ સાથે જ પાર્ટી ઇચ્છે છે કે દુનિયાભરમાં પણ તેનું પ્રસારણ કરવામાં આવે ભાજપનું કહેવુ છે કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દુનિયાભરમાં છે આ કારણે તેને દુનિયાભરમાં પ્રસારિત કરવામાં આવે. આ ઉપરાંત પીએમ મોદીએ દેશભરના જે લોકોનો ઉલ્લેખ આ કાર્યક્રમમાં કર્યો છે તેમને પણ ૩૦ એપ્રિલે જાેડવાની યોજના છે.તેના માટે ભાજપના મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા પણ સાથે રહેશે.દરેક લોકસભા ક્ષેત્રમાં ૧૦૦ જગ્યાઓ પર ૧૦૦ લોકો મન કી બાત સાંભળશે.પદ્મભૂષણ અને પદ્મશ્રીથી સમ્માનિત તે લોકોને પણ સમ્માનિત કરવામાં આવશે જેમના ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં કર્યા છે.પીએમ મોદીના મન કી બાત રેડિયો પ્રસારણની શરૂઆત ત્રણ ઓકટોબર ૨૦૧૪માં દશેરાના દિવસથી થઇ હતી.
