Delhi

૪૧ વર્ષના ધોનીની આ છેલ્લી IPL હોવાના છે આ ત્રણ સંકેત

નવીદિલ્હી
ચેન્નાઈમાં એમએમ ધોનીને કેટલો પસંદ કરવામાં આવે છે તેનું ઉદાહરણ રવિવારે ફરી એકવાર જાેવા મળ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ બાદ જ્યારે ધોની વાત કરવા આવ્યો ત્યારે તેણે દર્શકોના અવાજના કારણે માઈકનો અવાજ ઊંચો કરવો પડ્યો હતો. અંતે, તેણે આખા સ્ટેડિયમની આસપાસ ફરીને દર્શકોનો આભાર માન્યો હતો. આટલું જ નહીં પૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કર પોતે મેદાનમાં ઉતર્યા અને પોતાના શર્ટ પર ધોનીની સહી લીધી હતી. આ પછી, ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તે તેના હોમ ગ્રાઉન્ડ પર ધોનીની ફેરવેલ મેચ હતી. જાેકે, મેચમાં ઝ્રજીદ્ભનો ૬ વિકેટે પરાજય થયો હતો. સીએસકે પહેલા રમતા ૧૪૪ રન બનાવ્યા હતા. જવાબમાં કેપ્ટન નીતિશ રાણા અને રિંકુ સિંહે અડધી સદી ફટકારીને દ્ભદ્ભઇની જીત પર મહોર મારી હતી. ચેન્નાઈની ટીમ હજુ પણ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર ચેન્નાઈએ ત્રીજી મેચ હારી છે આમ છતાં તે પોઈન્ટ ટેબલ પર બીજા નંબરે છે, ટીમ ભલે હોમ ગ્રાઉન્ડ પર હારી રહી હોય પરંતુ દર્શકો હજુ પણ યલો જર્સીને સતત સપોર્ટ કરી રહ્યા છે. દ્ભદ્ભઇ મેચ બાદ સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે ૪૧ વર્ષીય મહેન્દ્ર સિંહ ધોનીને ઘૂંટણમાં ઈજા થઈ હતી, તે પછી પણ તેણે મેચમાં એન્ટ્રી કરી હતી. ઘરઆંગણે ૈંઁન્ ૨૦૨૩ના લીગ રાઉન્ડની ઝ્રજીદ્ભની આ છેલ્લી મેચ હતી. જાેકે, જાે ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચે છે તો તેને ફરી એકવાર ચેપોકમાં રમવાની તક મળી શકે છે. ચાલો તમને જણાવીએ કે આ ધોનીની છેલ્લી સિઝન કેમ હોઈ શકે.
૧. આઈપીએલ ૨૦૨૩માં જ્યાં પણ એમએસ ધોની મેચ રમવા ગયો, ત્યાં મોટી સંખ્યામાં દર્શકો આવ્યા છે. તેણે પોતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતેની મેચ બાદ કહ્યું હતું કે ચાહકો તેને વિદાય આપવા આવ્યા હતા. માહીએ પોતે આગામી સિઝનમાં રમશે કે કેમ તે વિશે કંઈ કહ્યું નથી. તે અચાનક મોટા ર્નિણયો લેવા માટે જાણીતો છે. તેણે ૨૦૧૯ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં હાર બાદ ૨૦૨૦માં અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.
૨. ઈન્ડિયન પ્રીમિયર લીગે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલથી એમએસ ધોનીનો વીડિયો શેર કર્યો છે. આવા પ્રસંગો ઓછા જાેવા મળ્યા છે, જ્યારે કોઈ ખેલાડી આખા ગ્રાઉન્ડમાં ફરે છે અને નિવૃત્તિ પહેલા પ્રેક્ષકોને મળે છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એકે લખ્યું કે ધોનીએ ચેપોકમાં તેની છેલ્લી મેચ રમી હતી. આવી જ બીજી ઘણી કોમેન્ટ્‌સ પણ આવી છે.
૩. સુરેશ રૈનાથી લઈને રોબિન ઉથપ્પા જેવા ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રમી ચૂકેલા ઘણા દિગ્ગજાેએ કહ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલની એક કે બે વધુ સિઝન રમી શકે છે. પરંતુ જે રીતે સુનીલ ગાવસ્કર મેદાન પર ઉતર્યા અને ધોનીને ગળે લગાવ્યા, તેણે માહીની નિવૃત્તિની વાતને વધુ હવા આપી. ગાવસ્કરે ભૂતકાળમાં કહ્યું હતું કે જાે તેને ૈંઁન્માં રમવાનો મોકો મળ્યો હોત તો તે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જ રમ્યો હોત, જેથી ધોની જેવા મોટા કેપ્ટનને તેને સમજવાની તક મળી હોત. ધોની જેવા ખેલાડી ૧૦૦ વર્ષમાં એકવાર આવે છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *