નવીદિલ્હી
દિલ્હી કેપિટલ્સ ની ટીમ ઈન્ડિયન પ્રિમિયર લીગની નવી સીઝનમાં સતત ૫ હાર બાદ આખરે જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે દિલ્હીની ટીમ મોટા બદલાવ સાથે મેદાનમાં ઉતરી હતી. ૫ મેચથી બહાર બેઠેલા ભારતના દિગ્ગજ બોલર ઈશાંત શર્માને કોચ રિકી પોન્ટિંગે રમવાની તક આપી. મેદાનમાં ઉતરતા જ ઈશાંતે કમાલ કરી બતાવી છે. ઈન્ડિયન પ્રિમિયર લીગની આ સિઝનમાં હારનો સામનો કરી રહેલી દિલ્હી કેપિટલે જીત સાથે ખાતું ખોલ્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સામે ગુરુવારે ટીમને પહેલી જીત મળી છે. કોલકાતા સામે ઉતારવામાં આવેલી ટીમમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા હતા, જેમાં ભારતીય દિગ્ગજ બોલર ઈશાંત શર્માને તક આપવામાં આવી હતી. કોલકાતાની ટીમ સામે દિલ્હી કેપિટલે શાનદાર બોલિંગ કરીને માત્ર ૧૨૭ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. સરળ લક્ષ્યને પાર કરવા માટે ઉતરેલી દિલ્હીએ ૬ વિકેટ ગુમાવીને ૪ બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. કેપ્ટન ડેવિડ વોર્નરે સિઝનની ચોથી હાફ સેન્ચ્યુરીએ જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. સૌથી વધારે ચર્ચામાં રહેલા ભારતીય બોલર ઈશાંત શર્માની થઈ રહી છે. ૫ મેચમાં તે બહાર બેઠા બાદ કોચ અને કેપ્ટને ટીમને સતત મળી રહેલી હાર બાદ તેને તક આપી હતી. ઈશાંતે પહેલી મેચમાં જ ૨ મહત્વની સફળતા હાંસલ કરીને ટીમની જીતનો પાયો નાખ્યો હતો. ઈશાંતે કોલકાતા સામે રમાયેલી મેચમાં ૪ ઓવરનો કોટા પૂર્ણ કરીને માત્ર ૧૯ રન આપીને બે વિકેટ લીધી હતી. ઈશાંત શર્માએ કોલકાતાના કેપ્ટન નીતિશ રાણા અને પછી સુનિલ નરેશની વિકેટ લીધી હતી. બન્ને બેટ્સમેન આક્રામક સ્ટાઈલમાં બેટિંગ કરવા માટે જાણીતા છે. દિલ્હી કેપિટલ્સની ટીમે ૫ મેચમાં હાર મળ્યા બાદ છઠ્ઠી મેચમાં જીત મેળવીને ખાતું ખોલ્યું છે. ૬ મેચ બાદ હવે ટીમના ખાતામાં ૨ પોઈન્ટ્સ આવ્યા છે. હાલ ટીમ સૌથી નીચે ૧૦મા નંબર છે, દિલ્હી એકમાત્ર ટીમ એવી છે જેણે માત્ર એક જ મેચ જીતી છે.


