આસામ હોત તો ૫ મિનિટમાં અકબરુદ્દીન ઓવૈસીની બોલતી બંધ કરી દેત : હિમંતા બિસ્વા
હૈદરાબાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકી આપવાના મામલાને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી પર મોટો પ્રહાર કર્યો છે. સીએમ શર્માએ કહ્યું છે કે, જાે આસામમાં પણ આવું જ થયું હોત તો મામલો પાંચ મિનિટમાં પૂરો થઈ ગયો હોત. અત્રે ઉલ્લેખનીય છે કે, અકબરુદ્દીન ઓવૈસીએ પરમ દિવસે, મંગળવારે એક ચૂંટણીને લગતી જાહેરસભાને સંબોધન દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટરને ખુલ્લેઆમ ધમકી આપી હતી. બુધવારે આ મામલાને લઈને અકબરુદ્દીન ઓવૈસી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.. જ્યારે આસામના મુખ્યમંત્રીને આ સમગ્ર મામલા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જાે આ મામલો આસામમાં બન્યો હોત તો માત્ર પાંચ મિનિટમાં તેની બોલતી બંધ થઈ ગઈ હોત.
આ સાથે આસામના સીએમ સરમાએ ચૂંટણી પંચને અકબરુદ્દીન ઓવૈસીની ઉમેદવારી રદ કરવાની પણ માંગ કરી છે. અગાઉ સાઉથ ઈસ્ટ ઝોનના ડીસીપી રોહિત રાજુએ કહ્યું હતું કે, અકબરુદ્દીન ઓવૈસી વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૫૩ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.. કેસ નોંધાયા બાદ અકબરુદ્દીન ઓવૈસીએ ડીસીપી અને પોલીસ પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો. અકબરુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ડીસીપી અને પોલીસ ખોટું બોલી રહ્યા છે. ઓવૈસીએ કહ્યું કે સૌથી પહેલા મારી પાસે સ્ટેજ પર આવતા પોલીસ ઈન્સ્પેક્ટરના વીડિયો ફૂટેજ છે. જાે હું ૧૦ વાગ્યા પછી ભાષણ આપતો હોત તો પોલીસ મારી સામે કેસ નોંધી શકે છે. પરંતુ જાહેર સભામાં વિક્ષેપ કરવો અને સમય પૂરો થઈ ગયો છે તેમ કહેવું ખોટું છે.
પોલીસે આવું ના કરવું જાેઈએ.. સમગ્ર મામલો એ છે કે, ઉમેદવાર અકબરુદ્દીન ઓવૈસી મંગળવારે રાત્રે હૈદરાબાદમાં ચૂંટણી સભાને સંબોધી રહ્યાં હતા. આ દરમિયાન એક પોલીસ ઈન્સ્પેક્ટરે ચૂંટણી આચારસંહિતાને ધ્યાનમાં રાખીને, અકબરુદ્દીન ઓવૈસીને જાહેરસભામાં કરી રહેલા ભાષણને પૂર્ણ કરવાનો ઈશારો કર્યો હતો. જેના પર અકબરુદ્દીન ઓવૈસી ગુસ્સે થઈ ગયા અને ઈન્સ્પેક્ટરને ધમકી આપી હતી. તેણે કહ્યું કે હજુ પાંચ મિનિટ બાકી છે, તમે અહીંથી નીચે ઉતરો. મને બોલતા કોઈ રોકી શકે તેમ નથી. હુ એક ઈશારો કરીશ તો તમારા માટે મુશ્કેલી ઊભી થશે અને અહીંથી દોડવુ ભારે પડશે.