દેશમાં અલગ અલગ રાજ્યોમાં કોઈપણ પાર્ટી જયારે ચૂંટણી ની જીત જ્યારે મેળવે છે ત્યારે તેમના પાર્ટી ના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે નેતાઓ નો સમગ્ર દેશ મા જીત નો જશ્ન નો માહૌલ હોય છે. 10 મઈ ના રોજ કર્ણાટકમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને બીજી પાર્ટીઓ દ્વારા ચુનાવી જંગ લડવામાં આવી હતી. ત્યારે આજે 13 મઇ ના દિવસે પરિણામ આવતા કોંગ્રેસનો ભવ્ય જીત થયો છે.ત્યારે કોંગ્રેસ માં ખુશીનો માહોલ છે. આજે અંબાજી ખાતે પણ કોંગ્રેસ સમિતિ દ્વારા જીતનો મનાવવામાં આવ્યો હતો.
કર્ણાટકમાં કોંગ્રેસ ની ભવ્ય જીત મેળવ્યા બાદ અંબાજી કોંગ્રેસ સમિતિ દ્વારા અંબાજી મા જીત નો જશ્ન મનાવવામાં આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં અંબાજી કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ 51 શક્તિપીઠ સર્કલ જોડે સાંજે ભેગા થઈ ને રાહુલ ગાંધી ના નારા લગાવ્યા હતા. તો સાથે સાથે સર્કલ પર ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. કર્ણાટક રાજ્યમાં કોંગ્રેસ પક્ષનો જલવંત વિજય થતા જીત ના વધામણા નો કાર્યક્રમ અંબાજી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાખવામાં આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભેગા થઈને કોંગ્રેસ ની જીત મા ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરવામાં આવી હતી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


