Gujarat

અંબાજી ખાતે માં અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવતા રાજ્યના ગૃહમંત્રી

પાલનપુર:   વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કરી પૂજા- અર્ચના કરી હતી. સવારે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ પરિક્રમા મહોત્સવમાં પધારેલ માઈ ભક્તો સાથે 51 શક્તિપીઠની પૂર્ણ પરિક્રમા કરી હતી. ત્યારબાદ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. તેમજ  જૈન તીર્થ  કુંભારીયાજી ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ગુજરાતના લોકોની સુખ – સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
       આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીને માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર ખાતે તેઓએ સિદ્ધિ વિનાયક મંદિર અને ગર્ભગૃહમાં સ્થિત માં અંબાના દર્શન કરી માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.
 રિપોર્ટર સંજીવ રાજપૂત

IMG-20230215-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *