*પોલિસ લખેલી 3 ગાડીઓ અકસ્માત ની ભોગ બની, અકસ્માત મા સદનબીએ જાનહાની ટલી*
દાંતા તાલુકામાં ફરી એકવાર અકસ્માત ની ઘટના સામે આવી છે. દાંતા તાલુકામાં મોટાભાગ નો માર્ગ પહાડી અને ઢલાગ વિસ્તાર હોવાના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે હડાદ થી અંબાજી તરફ આવી રહેલી પોલીસની ગાડીઓ નો આજે અકસ્માત સર્જાયો હતો. એક સાથે ચાર ગાડીઓ અથડાતા અકસ્માત સર્જાયો હતો.
હડાદ થી અંબાજી તરફ આવી રહેલી પોલીસ ની ગાડીઓ ને આજે અકસ્માત સર્જાયો હતો ત્યારે હડાદ અંબાજી હાઈવે માર્ગ વચ્ચે આવેલા રાણપુર આંબા નજીક અક્ષમાતની ઘટના બની હતી. અકસ્માતમાં ત્રણ ગાડીઓ ઉપર પોલીસ લખેલું ગાડીઓ હતી ત્યારે અકસ્માત સર્જાતા કોઈપણ જાનહાની ટેલી હતી. માર્ગ પર ચાલતા 2 બાળકો ને ઈજાઓ પહોંચી હતી ત્યારે 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હડાદ તરફ થી અંબાજી તરફ આવતી પોલીસ ગાડી પાછળ બે ગાડીઓ ટ્રોઈંગ કરેલી હતી જેમાંથી એક ગાડી છૂટી પડી જતા સામેથી આવતી ગાડીને અથડાતા સમગ્ર અક્ષમાતની ઘટના બની હતી. આ અકસ્માતમાં ચાર ગાડીઓ એક સાથે અકસ્માત ની ભોગ બની હતી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


