Gujarat

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા બાઇક રેલી કાઢી કલેકટને આવેદનપત્ર આપવામાં આવ્યુ 

અમરેલી બ્રેક….

ગુજરાત રાજયમાં પ્રજાપતિ સમાજની જનસંખ્યા ૫૦ લાખ કરતા વધુ છે. તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબશ્રી પ્રજાપતિ સંમેલનોમાં પણ જાહેર કરવામાં આવેલ છે કે, ગુજરાત રાજ્યની કુલ વસ્તી પૈકી પ્રજાપતિ સમાજની વસ્તી બીજા ત્રીજા નંબરની છે. અન્ય સમાજને જે ધારા ધોરણ મુજબ જે-તે જ્ઞાતિના ભવનના નિર્માણ માટે જમીન ફાળવવામાં આવેલ છે તે
જ ધારા ધોરણ મુજબ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘને પણ પ્રજાપતિ સમાજના સર્વાંગી વિકાસ માટે ગાંધીનગર મુકામે આશરે ૧ લાખથી વધુ ચોરસવાર જમીન ફાળવવા અમારી લાગણી અને માંગણી છે. હાલમાં ભાજપના સ્થાપના દિન નિમિતે સમગ્ર ગુજરાતમાં પ્રજાપતિ સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ આવે અને શિક્ષણ માટે નવી ઊર્જા પ્રસ્થાપિત કરવાના સકારાત્મક વિચાર સાથે બાઈક રેલી દ્વારા શિક્ષણ અભીયાન ૨૦૨૩નું આયોજન દરેક જીલ્લા કક્ષાએ કરવામાં આવનાર છે.
અમારા સમાજને ભવન માટે જમીન ફાળવવામાં આવશે તો શિક્ષણ ભવનનું પણ નિર્માણ કરવાનું આયોજન
કરવામાં આવશે. અમારો સમાજ ભાજપને સમર્પિત સમાજ છે, ભાજપના સૌનો સાથ – સૌનો વિકાસ – સૌનો વિશ્વાસ એ સૂત્રને સમર્થન આપીએ છીએ. જેથી અમારો સમાજ પણ દેશના સર્વાંગી વિકાસમાં સહયોગી બને જેના માટે પાયાની જરૂરીયાત એ શિક્ષણ છે. સમાજનો કોઈ બાળક અભ્યાસથી વંચિત ન રહે જેથી પ્રાથમિક શિક્ષણધી લઈ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે, UPSC – GPSC તેમજ સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ મેળવી શકે, કૌશલ્ય વિકાસની તાલીમ મેળવી શકે એવા વિવિધ આયોજન માટે આ ઉપરાંત જ્ઞાતિબંધુને ગાંધીનગર મુકામે પ્રજાપતિ સમાજના અનેક પ્રશ્નો અંગે મંત્રીઓને મળવાનું થતું જ રહે છે જેની સગવડતા માટે સમાજભવન તેમજ વિધાર્થીઓના વિકાસ માટે શિક્ષણભવન હોવું ખુબ જરૂરી છે. અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા શિક્ષણ હેતુ રાહત દરે જમીન ફાળવવા રજુઆત કરવામાં આવી છે. પરંતુ હજી સુધી અમને ન્યાય મળ્યો નથી. જેને લઇને પ્રજાપતી સમાજ દ્વારા કલેકટરને બાઈક રેલી કાઢી ને આવેદન આપવામાં આવ્યું હતું
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG20230410105253_01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *