Gujarat

અજાણ્યા ઇસમો દ્વારા દવા છાંટવાની પાણીની કુંડીમાં ઝેરી પદાર્થ નાખી ખેડૂતોને કર્યું લાખો રૂપિયાનું નુકસાન

વંથલીના નરેડી ગામે ચાર ખેડૂતોના ખેતરમાં પાણીની કુંડીમાં અજાણ્યા ઇસમોએ ઝેરી દવા નાખી અંદાજે 35 લાખના પાકને નુકસાન કર્યું હોવાની ખેડૂતોએ નોંધાવી ફરિયાદ….
હાલ જ્યારે રવિ પાકની સીઝન તૈયાર થવા ને ગણતરીના દિવસો જ બાકી છે. અને ખેડૂતો રાત દિવસ જોયા વિના પોતાના ખેતરમાં સારો પાક થાય તે માટે મહેનત કરતા હોય છે. તો બીજી તરફ વંથલીના નરેડી ગામે ચાર ખેડૂતોના ખેતરમાં અજાણ્યા ઇસમો દ્વારા પાણીની કુંડીમાં ઝેરી દવા નાખી લાખો રૂપિયાનું નુકસાન કર્યાની ફરિયાદ ખેડૂતો દ્વારા નોંધવામાં આવી છે.
જુનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના નરેડી ગામના ભરતભાઈ મોહનભાઈ રાબડીયા ,અશોકભાઈ લખમણભાઈ વઘાસીયા,અશ્વિનભાઈ શામજીભાઈ બરવાડીયા, સાગરભાઈ ધીરૂભાઈ વઘાસીયાના ખેતર માં જીરૂ અને ચણા ના પાકને લાખો રૂપિયાનું નુકશાન થયાની અરજી વંથલી પોલીસ સ્ટેશનમાં કરી છે.
ખેડૂતે વંથલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી અજાણ્યા ઈસમો વિરૂદ્ધ કાયદેસર કરવા લખાવ્યું હતું કે નરેડી ગામે  ખેડુતો ની જમીન માં ઝીરૂ અને ચણા નું વાવેતર કરેલ હોય ખેડૂતો પાકને વૃદ્ધિ મળે અને ઉછેર સારો થાય તે માટે પાકમાં દવા છાંટતા હોય છે ત્યારે સમય આવતા ખેડૂતોએ જીરું અને ચણા ના પાકમાં દવા છાંટેલ તેના દીવસ–20 માં  પાક સુકાઈ અને બરબાદ થઈ ગયો હતો.
ત્યારે  દવા છટકાવમાં ઉપયોગ કરવામાં આવતી પાણીની કુંડીમાં અજાણ્યા ઈસમો દ્વારા ઝેરી દવા નાખી અને પાણીને દુષીત કરેલ અને તૈયાર કરેલ પાકમાં દૂષિત પાણી ને કારણે પાક બરબાદ થઈ ગયો હતો
 ચારેય ખેડુતોની  અંદાજે 60 વીઘા જમીનમાં ઉભા ચણા તથા જીરૂ બંનેની નુકશાની થતા આશરે રૂપીયા 35 લાખ  જેટલી નાણાકીય નુકશાની થયેલ છે. જે બાબતે નરેડી ગામના ચારે ખેડૂતોએ આયુષ્માને પકડી કડક કાર્યવાહી કરવા વંથલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *