Gujarat

અડધા ગુજરાતમાં કડાકાભડાકા સાથે કમોસમી વરસાદ પડશે ઃ હવામાન વિભાગ

અમદાવાદ
સાયક્લોનિક સર્ક્‌યુલેશનની અસરથી રાજ્યમાં વાદળિયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અમદાવાદમાં આગામી ૨૪ કલાક વાદળિયું વાતાવરણ રહેવા સાથે ગરમીનું જાેર યથાવત્‌ રહેશે. આજે રાજ્યમાં છૂટોછવાયો અને મધ્યમ વરસાદ પડશે. તો ૧૬ અને ૧૭ માર્ચે દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે. જ્યારે ૧૮ અને ૧૯એ છૂટોછવાયો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો ૩૦-૪૦ કિમીની ગતિએ પવન ફૂંકાશે. અમદાવાદના વાતાવરણમાં સવારથી પલટો આવ્યો છે અને વાદળિયું વાતાવરણ થઈ ગયું છે. અમદાવાદ શહેરના તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૭.૯ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૦.૨ ડિગ્રી નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *