સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
અમરેલીના સરકારી વકીલ શ્રી વિકાસ વડેરાની દલીલને લઈને હત્યાના આરોપીને આ જીવન કેદની સજાનો હુકમ કર્તા સાવરકુંડલા એડિશનલ સેશન્સ જજ શ્રી ભૂમિકાબેન ચંદારાણા
———————————————————————
આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદ તથા પંદર હજારનો દંડ અને પુરાવાનો નાશ કરવાના ગુન્હામાં ત્રણ વર્ષની કેદ અને ત્રણ હજારનો દંડનો હુકમ.
———————————————————————
સમગ્ર ઘટના એવા પ્રકારની છે કે સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામ પાસે આવેલ શનિદેવના આશ્રમમાં તા.૬/૬/૨૦૨૦ના રાત્રીના રોજ એકાદ વાગ્યાના સમયે મરણ પામનાર જીગ્નેશભાઈ દિનેશભાઇ નામનો એક યુવક ઓળીયા આશ્રમની અંદર પતરાના શેડ નીચે ખાટલા ઉપર સુતા હોઈ ત્યારે તે યુવકની હત્યા થઈ હતી
એ હત્યા માથાના ભાગે લોખંડના સળિયાના ધા મારીને કરવામાં આવી હતી.
——————————————————————–
સમગ્ર બનાવની વિગત એવા પ્રકારની હતી કે મુંબઇ ખાતે રહેતો. લોકડાઉન દરમિયાન ઓળીયા ખાતે આવેલ પોતાના કાકા ધીરુભાઈ ધકાણને ત્યાં જીગ્નેશ દિનેશભાઇ ધકાણ કે જે રાત્રી દરમિયાન ઓળીયાં ખાતે આવેલા શનિદેવના આશ્રમ ખાતે સૂતો હતો તે દરમિયાન કોઈ તેની હત્યા કરી ગયું હતું અને જગ્યાના મહંત દ્વારા પોલીસ તપાસમાં જણાવ્યું હતું જે વૃશાંત ઉર્ફે શ્યામ વિજયભાઈ ધનેસા નામના યુવકને મેં રાત્રે મર્ડર થયા બાદ આશ્રમમાંથી ભાગતા જોયો હતો. જેથી પોલીસને તપાસ દ્વારા બહાર આવ્યું કે વૃશાંત સંખ્યાબંધ ચોરીમાં સંડોવાયેલ હોઈ અને તે ઓળીયા ગામે આશ્રમેં આવ્યો હતો ત્યારે તેનો મોબાઇલ મરણ પામનાર જીગ્નેશે રિચાર્જ કરાવી દેતા જીગ્નેશ ઉપર રાજકોટ પોલીસનો ફોન આવતાં વૃશાંત રીઢો ચોર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી જીગ્નેશે વૃશાંતને પકડવાની કોશિશ કરતા વૃશાંત ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને તને હું છોડીશ નહિ તેવી ધમકી આપીને નાસી છૂટ્યો હતો. જેથી વૃશાંત તા.૬/૬/૨૦૨૦ના રોજ જ્યારે જીગ્નેશ આશ્રમ ખાતે સૂતો હોય તે દરમિયાન જ માથાના ભાગે લોખંડના સળીયાના ધા મારીને હત્યા કરી નાખી હતી. અને રાત્રીના જ લોહીવાળા કપડાં સાથે અમરેલી આવ્યો હતો ત્યાં એક રેડીમેઈટની દુકાને કપડાં બદલી એક થેલીમાં ભરીને જાહેરમાર્ગમાં ફેંકીને પુરાવાનો નાશ કર્યો હતો. મરણ પામનાર જીગ્નેશ તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો અને તેને પણ સંતાનમાં એક નાનું બાળક હતું. આ હત્યાની ફરિયાદ થતાં અમરેલીના એસ.પી.શ્રી નિર્લિપ્તરાયના માર્ગદર્શન તળે એલ.સી.બી.ના કરમટા સાહેબ તેમજ સાવરકુંડલા રૂરલના પી.એસ.આઈ. એ.પી.ડોડીયા મેડમ દ્વારા હત્યારાને પકડી લીધો હતો. આ કેસ સાવરકુંડલાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા અધિક જિલ્લા સરકારી વકીલ અમરેલીના વિકાસ વડેરાએ હત્યા થયા બાદ ત્યાંથી ભાગી જતા આરોપી વૃશાંતની હાજરીના પુરાવાને માન્ય રાખવા સહિત કેસને લગતી અસરકારક દલીલો કરી આરોપીને સજાની માંગણી કરતા અધિક સેશન્સ જજ શ્રી ભુમિકાબેન ચંદારાણાએ આરોપીને આઇ. પી.સી.કલમ પ્રમાણે આજીવન કેદ અને હત્યાના પુરાવાને નાશ કરવાના ગુન્હામાં ત્રણ વર્ષની કેદ અને કુલ અઢાર હજારનો દંડ ફટકાર્યા હતો


