મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
પ્રાપ્ત માહિતી અનુસાર કઠલાલ તાલુકાના અનારા ગામ માં આવેલ મોટી ખડકી વિસ્તારમાં જયંતીભાઈ ભીખાભાઈ પટેલ નું મકાન આવેલ છે જ્યારે નજદીક માં તેમના નાનાભાઈ કનુભાઈ પટેલનું મકાન આવેલ છે. આ બંધ મકાન માંથી ચોરો એ મકાનની લોખંડની જાળી ખોલી ઘરના દરવાજ નો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મકાન માં તિજોરીનું લોકર તોડી લોકરમા પડેલ સોનાનો સેટ બુટ્ટી સાથેનો આશરે સવા બે તોલા જેટલો જેની કિ.રૂ.૪૫,૦૦૦ /- તથા સોનાની ચેન આશરે એક તોલા જેટલી જેની કિ.રૂ.૨૦,૦૦૦ /- તથા સોનાની બે બંગડીઓ આશરે દોઢ તોલા જેટલી જેની કિ.રૂ.૩૦,૦૦૦ /- તથા સોનાની ઘોડા વિંટી આશરે પા તોલાની જેની કિ.રૂ.૫,૦૦૦ /- કુલ સોનાના દાગીના આશરે ૫ તોલાની કિ.રૂ.૧,૦૦,૦૦૦ /- એક લાખ તથા ચાંદીના સિક્કા નાના મોટા ચાર તથા ચાંદીની એક લગડી તમામ આશરે ૨૫૦ ગ્રામ જેની કિ.રૂ.૭,૫ ૦૦ તથા રોકડા રૂપિયા ૧૬,૦૦૦ /- રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧ લાખ ૨૩ હજાર ૫૦૦ ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
સમગ્ર મામલે પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધ્યો છે.જ્યારે બીજા દિવસે સવારે સમગ્ર બનાવની જાણ જયંતીભાઈને થતા તેઓએ ઘરે આવી તરતજ તપાસ આદરી હતી અને આ બાબતે તેઓએ પોતાના ભાભીને અને ભત્રીજાને પણ જાણ કરી હતી. સમગ્ર ઘટના બાબતે જયંતીભાઈ પટેલે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કઠલાલ પોલીસ દ્વારા ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.


