મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના વાત્રકાંઠા વિસ્તારના અપ્રુજી ગામે આજે આઈ શ્રીખોડીયાર માતાજીના મંદિરેથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે વાત્રકકાંઠા વિસ્તારના અગ્રણી રાકેશસિંહ સોલંકીના જણાવ્યા મુજબ અપ્રુજી ગામે વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરા મુજબ આજે ચૈત્ર માસની પૂનમ હોઈ આઈ શ્રીખોડીયાર માતાજીના મંદિરેથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા અપ્રુજીના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી. અપ્રુજી ગામના મુખ્ય ચોક વિસ્તારમાં પસાર થઈ હતી ત્યારે સમસ્ત અપ્રુજી ગામની ધર્મ પ્રિય જાહેર જનતા આબાલવૃદ્ધ સર્વે રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અંદાજે ત્રણ કિલોમીટર દૂર પવિત્ર વાત્રક નદીના કાંઠે રથયાત્રાના કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ગામમાં સુખાકારી બની રહે એ માટે વર્ષોથી ચાલી આવતી એક ધાર્મિક પરંપરા મુજબ આજે રથયાત્રામાં માતાજીના દર્શનનો લાભ લઈ સમસ્ત ગ્રામજનોએ ધન્યતા અનુભવી હતી.


