અમદાવાદ
આમ તો ગુજરાતમાં દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવચા હોય છે. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાંથી દારુ ઝડપાયો છે. સિવિલ હોસ્પિટલની સામે આવેલી ભોગીલાલની ચાલીમાં દારૂ વેચાતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને ૩ લોકોની ધરપકડ કરી છે.બુટલેગર પોતાના ઘર અને ગલ્લા પર દારૂનું વેચાણ કરતો હતો. જીસ્ઝ્રની ટીમે ગલ્લા પર દારૂ વેચનાર, ગલ્લાનો નોકર અને ગલ્લો ભાડે આપનારની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો ધંધો કરનાર મુખ્ય બુટલેગર, ઘર માલિક અને દારૂનો જથ્થો આપી જનાર ફરાર થઈ ગયા છે. જીસ્ઝ્રએ ૧ લાખથી વધુની કિંમતની ૧,૧૪૦ બોટલ જપ્ત કરી છે. દારૂ અને વાહન સહિત કુલ ૨.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
