Gujarat

અમદાવાદ જિલ્લાની ખિલખિલાટ વાનનું છોટાઉદેપુર નજીક અકસ્માત!

સદનસીબે જાનમાલને નુકસાન નથી
ખાતાકીય તપાસના આદેશ
નશો કરેલા ડ્રાઇવરને સસ્પેન્ડ કરાયો!
છોટાઉદેપુર બોડેલી હાઇવે પર નાની દુમાલી ગામ નજીક અમદાવાદ જિલ્લાની ખિલખિલાટ છોટાઉદેપુર જિલ્લામાં લાભાર્થી ને ઘરે મુકવા આવી હતી એ દરમિયાન પરત ફરતી વેળા નાની દુમાલી ગામ નજીક ખિલખિલાટ ડ્રાઈવર નશો કરેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હતો.સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી ન હતી.
આ અક્માત અંગે ગુજરાત ઓપરેશન હેડ  દ્વારા જણાવ્યુ હતુ કે, આ અકસ્માતમાં કોઈ પ્રકારની ઇજા પહોંચી ન હતી.જો ડ્રાઈવર નશો કરેલી હાલતમાં હોવાનું જણાશે તો તેને તાત્કાલિક ધોરણે ફરજ મુક્ત કરી દેવામાં આવશે. આ ઘટના અંગે ખાતાકીય તપાસ  કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તે સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે.આ પ્રકાર ના ડ્રાયવરને સંસ્થા સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230121-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *