Gujarat

(અમદાવાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનનાં) અનડિટેક્ટ રીક્ષા ચોરીનો ગુનેગાર ધ્રાંગધ્રાથી ઝડપાયો.

(ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષકનાં સ્ટાફ દ્વારા ગુજરાત પોલીસનો અનડિટેક્ટ ગુનો ઉકેલાયો)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા..
ધ્રાંગધ્રા dysp જે ડી પુરોહિત દ્વારા પ્રોહીબીશન, જુગાર, પેરોલ જમ્પ સહીત ચોરીના ગુન્હા માટે ખાસ પેટ્રોલિંગ ટિમ થકી બાજ નજર રાખવાના સ્પષ્ટ આદેશ કરેલા છે ત્યારે ધ્રાંગધ્રા dysp સ્કોડની સ્પેશિયલ ટિમ દ્વારા અમદાવાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક સીએનજી રીક્ષા ચોરીના વણઉકેલ્યા ગુન્હાને ઉકેલી કાઢ્યો હતો. ધ્રાંગધ્રા dysp સ્કોડના કોન્સ્ટેબલ દશરથભાઈ રબારીને ખાનગી રાહે બાતમી સાંપડી હતી કે એક નમબર પ્લેટ વગર ની લીલા કલરની અને પીળા હુડ વાળી સીએનજી રીક્ષા મોચીવાડ થી આંબેડકર સર્કલ તરફ જઈ રહી છે જે શંકાસ્પદ છે. બાતમી આધારે સ્પેશિયલ ટીમના હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ડોડીયા, દશરથભાઈ રબારી અને મયુરભાઈ ચાવડા દ્વારા રીક્ષાને આંબેડકર સર્કલ પાસે રોકી તપાસી હતી અને રીક્ષા ચાલક પાસે કાગળ અંગેની પૂછપરછ કરી હતી. મજબૂત રીતે થયેલી પૂછપરછમાં રીક્ષા ચાલક ગુલાબસિંહ ડુંગરસિંહ દેવડા ભાંગી પડ્યો હતો અને રીક્ષા ચોરીની છે જે તેં સોલા હાઇકોર્ટ થી ચોરી ને ફેરવતો હોવાનું કબ્લ્યુ હતું. ધ્રાંગધ્રા dysp સ્કોડની ટિમ ની બાઝ નજર થકી ગુજરાત પોલીસ નો એક અનડિટેક્ટ ગુનો ઉકેલાઈ ચુક્યો છે અને આરોપી સાથે ચોરીનો ગુનો ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

Screenshot_2023-04-05-17-35-38-64.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *