Gujarat

અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા ૮ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ઘારી પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૨૦૫૭૫/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુનાનો સહ આરોપી છેલ્લા ૮ માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આજ રોજ તા.૦૯/૦૫/૨૦૨૩ નાં રોજ ધારી ગામેથી મજકુર આરોપીને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
નરેશ પ્રવિણભાઇ પરમાર, ઉં.વ.૨૧, રહે.ધારી, મામલતદાર કચેરી પાછળ, તા,ધારી, જિ.અમરેલી,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા હેડ કોન્સ આદિત્યભાઈ બાબરીયા તથા પો.કોન્સ. શિવરાજભાઇ વાળા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230509-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *