Gujarat

અમરેલી જિલ્લા આયોજનની બેઠકમાં લાઠી બાબરા દામનગર વિસ્તારમા રૂપિયા 3 કરોડના વિકાસના કામો મંજુર કરાવતા ધારાસભ્ય જનક તળાવીયા

( લાઠી ૯૬ વિધાનસભા વિસ્તારમાં 3 કરોડના વિકાસના કામો મંજુર કર્યા )
અમરેલી ખાતે તારીખ ૦૪/૦૫/૨૦૨૩ ના રોજ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માન મત્સ્યદ્યોગ અને પશુપાલન મંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારી શ્રી પરશોતમભાઈ સોલંકી સાહેબનાં અઘ્યક્ષ સ્થાને જિલ્લા આયોજનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાંસદ સભ્ય નારણભાઈ કાછડીયા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા નગર પાલિકા પ્રમુખશ્રીઓ, આયોજન બેઠકના સભ્યશ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી સહિત કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન બેઠકમાં લાઠી તાલુકાના વિવિધ ગામોમા રૂપિયા ૧.૦૦ કરોડ ના કામો, બાબરા તાલુકાના વિવિધ ગામોમા ૧.૨૫ કરોડના કામો, લાઠી નગરપાલીકામાં ૨૫ લાખના કામો, બાબરા નગરપાલીકા માં ૨૫ લાખના કામો તેમજ દામનગર નગરપાલિકા માં ૨૫ લાખના કામો ના વિકાસના કામો ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા મંજુર કરાવવામાં આવ્યાં
રીપોર્ટ : આદીલખાન પઠાણ ( બાબરા )

IMG-20230505-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *