આગામી દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આગામી તા.૦૫/૦૧/૨૦૨૩ ના રોજ જિલ્લા તાલીમ કેન્દ્ર,પોલીસ હેડ ક્વાર્ટર, અમરેલી ખાતે વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોકદરબારનું આયોજન કરવામાં આવેલહતું.
આ લોક દરબારમાં જિલ્લાની વિવિધ સંસ્થાના આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો તથા અરજદારો હાજર રહેલા હતા. આ લોક દરબારમાં કુલ પાંચ અરજદારોએ વ્યાજખોરો સામે રજૂઆત કરેલ હતી.
પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા તમામ રજૂઆતો સાંભળી અને અરજદારોને ખાતરી આપતા જણાવ્યું હતું કે “તમામ રજુઆતો ખરાઈ કરી તપાસ કરવામાં આવશે અને જરૂર જણાશે તો આ રજૂઆત પર ગુના દાખલ કરવામાં આવશે.
આ રજૂઆતના સંદર્ભમાં, અમરેલી જિલ્લાના સાવરકુંડલા ટાઉન તથા વડિયા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો વિરુદ્ધ કુલ ૦૨ એફ.આર.આઈ. દાખલ કરવામાં આવેલ છે.
અમરેલી જિલ્લા પોલીસ નાગરિકોને અપીલ કરેલ છે કે, વ્યાજખોર વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય તો, અમરેલી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ૦૨૭૯૨-૨૨૩૪૯૮ પર સંપર્ક કરી શકો છો.

