ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા રાજયમાં વ્યાજ વટાઉ નાબુદી ઝુંબેશના ભાગરૂપે ગેરકાયદેસસર નાણા ધીરધાર કરનાર ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જરૂરીયાતમંદ લોકો જાણકારીના અભાવે બેંકમાં લોન લેવા જતા નથી અથવા તો અપુરતા ડોક્યુમેન્ટસને કારણે તેમને લોન મળતી નથી જેથી નાછુટકે ઉંચા દરે વ્યાજે નાણા મેળવતા હોય છે.
આવી પરિસ્થિતીના ઉકેલ માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકાર સાહેબશ્રી, ગુજરાત રાજય ગાંધીનગર નાઓ દ્વારા નાણાની જરૂરિયાત વાળા માણસોને સહેલાઇથી અને વ્યાજબી વ્યાજદરે નાણા મળી રહે તેવી વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવેલ હોય, જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓની સુચના અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આગામી તા.૦૫/૦૨/૨૦૨૩ ના રોજ અમરેલી પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં રાષ્ટ્રીયકૃત બેંકો તથા સહકારી બેંકોના પ્રતિનિધીઓ, જિલ્લા ઉદ્યોગકેન્દ્રના અધિકારીઓ તથા જિલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સહકારી વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહેનાર છે.
અમરેલી જિલ્લાની જાહેર જનતાને, લોન લેવા ઇચ્છુક અથવા તો ભવિષ્યમાં લોન લેવા માટે ઇચ્છા ધરાવતા હોય, તેવા માણસોએ આ લોન મેળામાં હાજર રહી, લોન મેળાનો લાભ લેવા જાણ કરવામાં આવે છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


