Gujarat

અમરેલી જીલ્લાના ઇશ્વરીયા ગામની Dr. Kalam Innovative School ના વિદ્યાર્થીઓની કમાંડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) શાખાની મુલાકાતે.     

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ ની સુચના મુજબ શ્રી એ.જી.ગોહીલ નોડલ ઓફીસર વિશ્વાસ પ્રોજેકટ અને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અમરેલી તથા ઇન્ચાર્જ પી.આઇ. ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર શ્રી જે. એમ. કડછાનાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૪*૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.
       તા.૧૫/૦૫/૨૦૨૩ ના રોજ ઇશ્વરીયા ગામની Dr. Kalam Innovative School ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મુલાકાત કરવામાં આવેલ. જેમાં વિદ્યાથીઓને અમરેલી નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અંદર લગાવવામાં આવેલ તમામ કેમેરા સિસ્ટમ તેમજ અમરેલી નેત્રમ દ્વારા કરવામાં આવતી ટ્રાફીક મેનેજમેન્ટ, કેમેરા મોનીટરીંગ, ઇ-ચલણ લગત કામગીરીની વિસ્તૃત માહીતી આપેલ. જેમાં નેત્રમ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તથા શિક્ષકશ્રીઓને તમામ કામગીરીથી વાફેક કરવામાં આવ્યા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230515-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *