અમરેલી જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી એચ. બી. વોરા સાહેબની સુચના મુજબ ઇન્ચાર્જ પી.આઇ. ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર શ્રી જે. એમ. કડછાનાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૪*૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.
તા.૨૪/૦૨/૨૦૨૩ ના રોજ અમરેલી શહેરના એક જાગૃત નાગરીકશ્રી વસીમભાઇ બીલાલભાઇ આસમાણી રહે.ચાંદનીચોક અમરેલી વાળા અત્રે ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી ખાતે આવેલ અને જણાવેલ હોય કે, નાગનાથ મંદિર પાસેથી તેઓને એક બેગ મળેલ છે. જેમાં અફઝલભાઇ હુસેનભાઇ બ્લોચ નામના જરૂરી ડોકયુમેન્ટ હોય, જે અંગે અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) ના સ્ટાફ દ્વારા નાગનાથ મંદિર પાસેના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરતા GJ 06 CF 7322 નંબરની ગાડીના ચાલકની બેગ નાગનાથ મંદિર પાસે પડતી જોવા મળેલ છે અને ગાડીના નંબર આધારે આર.ટી.ઓ. ડીટેઇલ મેળવી ગાડીના વાહન માલીક અફઝલભાઇ હુસેનભાઇ બ્લોચ રહે. બોરડી તા.ધારી જી. અમરેલી વાળાનો સંપર્ક કરી ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી ખાતે બોલાવેલ બાદ તેઓએ જણાવેલ કે, તેઓ અમરેલી ખાતે આઇ.ટી.આઇ.માં લાયસન્સ અંગેની પરીક્ષા આપવા માટે આવેલ હતા. તે દરમ્યાન પરીક્ષા પુર્ણ કરી આઇ.ટી.આઇ.થી સેન્ટર પોઇન્ટ તથા એરપોર્ટ થઇ નાગનાથ મંદિર પાસે પોતાના કામ સબબ ગયેલ હતા, તે દરમ્યાન તેઓનું બેગ કયાંક રસ્તામાં પડી ગયેલ હોય તે બેગમાં તેઓના જરૂરી ડોકયુમેન્ટ જેવા કે, પાસપોર્ટ, એ.ટી.એમ.કાર્ડ તથા આધારકાર્ડ વિગેરે હોય, તેઓ બેગની શોધખોળ કરતા હતા ત્યાર બાદ મુળ માલીકના જણાવ્યા મુજબના જરૂરી ડોકયુમેન્ટ વાળી બેગ તેઓને બતાવતા આ બેગ તેઓની હોવાનું જણાવેલ હોય, જે બેગ મુળ માલીકને સહી સલામત સોપી આપેલ છે.
આમ ‘‘ નેત્રમ ‘‘ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલીક અસરકારક
કામગીરી કરી મુળ માલીકની ખરાઇ કરી જરૂરી ડોકયુમેન્ટ સાથેની બેગ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. કેમેરાની મદદથી મુળ માલીકને પરત કરેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


