Gujarat

અમરેલી જીલ્લા પોલીસ દ્વારા અનોખી પહેલ કરાઈ છે જીલ્લામાં દારૂના દુષણને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે શું છે સમગ્ર અહેવાલ જુઓ આ ખાસ રીપોર્ટમાં 

ગુજરાત સરકારના ગૃહ વિભાગની દેખરેખ હેઠળ પોલીસ વિભાગની અંદર સુરક્ષા સેતુ સેતુ સોસાયટીમાં અનેક જુદા જુદા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યારે તેના ભાગ રૂપે અમરેલી જીલ્લા પોલીસ હિમકર સિંહ દ્વારા દારૂના દુષણને ડામવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે તેના ભાગ રૂપે અમરેલી જીલ્લામા જે બહેનો વિધવા અને દારૂનું વેચાણ કરતી હોય તેવી નિરાધાર બહેનોને અમરેલી જીલ્લા પોલીસ અને સુરક્ષા સોસાયટી દ્વરા લારી, સંચા અને કેબીનનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનાથી દારૂનું વેચાણ અટકાવી શકાય અને બહેનોને વ્યવસાયની અંદર લાવવામાં આવે અને સ્વરોજગારી મેળવી શકે જેથી જીલ્લામાં દારૂનું દુષણ અટકશે
અમરેલી જીલ્લા પોલીસ તંત્ર દ્વારા જીલ્લામાં અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં જીલ્લામાં જેટલી પણ વિધવા બહેનો હશે અને જે દારૂનું વેચાણ કરતી હશે તે બહેનો હવે દારૂના દુષણથી દુર રહેશે અને પરિવારનું ગુજરાન સારી રીતે ચાલી શકે તે માટે અમરેલી જીલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા બહેનોને શાકભાજી માટેની લારી, સીવણ માટે સંચા, કેબીનનું વિતરણ કરવમાં આવ્યું હતું જેમાં અમરેલી જીલ્લામાંથી ૧૪ જેટલી બહેનોએ લાભ લીધો હતો અને જેમાંથી ૯ જેટલી બહેનોને શાકભાજી માટેની લારી આપવામાં આવી હતી સિલાઈ મશીન ૫ જેટલી બહેનોને આપવામાં આવ્યા હતા અને નાસ્તા માટેના કેબીન ૫ જેટલી બહેનોને આપવમાં આવ્યા હતા જેથી બહેનો દારૂનું વેચાણ બંધ કરીને શાકભાજી વેચી, સિલાઈ કામ કરીને પોતાના પરિવારનું પેટ ભરશે
ફાઈનલ વીઓ :- અમરેલી જીલ્લા પોલીસ દ્વારા અનોખી પહેલ કરાઈ છે જેમાં જે બહેનો વિધવા છે અને દારૂનું વેચાણ કરે છે તેને હવે પોતાના પરિવારનું ગુજરાન ચલાવા માટે મળી રહેશે સહાય જેના કારણે જીલ્લામાં દારૂનું દુષણ દુર થશે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG_20230217_09064017.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *