Gujarat

અમરેલી તથા ભાવનગર જિલ્લાના મરણ જનાર વ્યકિતઓના આધારકાર્ડ નો ઉપયોગ કરી તેમાં છેડછાડ કરી જુદી જુદી-૨૧ વીમા કંપનીઓ કુલ રૂ.૧૪ કરોડની છેતરપીંડી કૌભાંડનો પર્દાફાશ કરતી રાજુલા પોલીસ ટીમ…

અમરેલી તથા ભાવનગર જિલ્લાના મરણ જનાર વ્યકિતઓના આધારકાર્ડ નો ઉપયોગ કરી તેમાં છેડછાડ કરી જુદી જુદી-૨૧ વીમા કંપનીઓ કુલ રૂ.૧૪ કરોડની છેતરપીંડી કૌભાંડનો પર્દાફાશ કરતી રાજુલા પોલીસ ટીમ…

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ ઠગાઇ તથા છેતરપીંડીના ગુનાના આરોપીને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણ- શોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હતું…

રાજુલા પો.ઇન્સ શ્રી જે.એન.પરમારનાઓની બાતમી રાહે ભરોસા લાયક હકિકત મળેલ કે,ડુંગર ગામના હનુભાઇ હામજીભાઇ પરમાર તથા તેની સાથે બીજા માણસો મળી રાજુલા તાલુકા વિસ્તારમાં તથા આસપાસના જીલ્લાઓના ગામડામાં તાજેતરમાં મરણ ગયેલ વ્યક્તિઓના નામની માહીતી મેળવી તેમના કુટુંબી જનોનો સંપર્ક કરી તેઓને લોભ લાલચ અને પ્રલોભન આપી ભોળવી તેઓની પાસેથી મરણ જનાર વ્યક્તિનુ આધાર કાર્ડ મેળવી તેમા છેડ છાડ કરી નામ તથા ફોટામાં ફેરફાર કરી, ખોટુ આધારકાર્ડ બનાવી જે આધારે પાનકાર્ડ તથા બીજા જરૂરી ડોક્યુમેન્ટ બનાવી મરણ જનાર વ્યક્તિના નામે વીમાં પોલીસી મેળવી, બોગસ દસ્તાવેજો રજુ કરી વીમો પાસ કરાવે છે.

વિશ્વાસઘાત કરતા હોવાની માહીતી મળેલ,જે આધારે રાજુલા બસ સ્ટેશન ખાતેથી બાતમી વાળી ફોર વ્હીલ ગાડીઓમાંથી આરોપીઓની પુછપુરછ કરતાં,ગાડી નં.GJ- 04-EA-9571 માં બેસેલ હોય તેની ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો….

વીમા પોલીસીઓ તથા ખોટા આધાર કાર્ડ, પાનકાર્ડ તથા વિમા પોલીસીઓ તથા ચેક તથા પાસપોર્ટ સાઇઝના ફોટાઓ તથા ચેક બુક, પાસબુક, ડેબીટ કાર્ડ કબ્જે કરી, નામદાર કોર્ટમાંથી આરોપીઓના દિન-૦૭ ના રીમાન્ડ મેળવેલ…

આજ રોજ અમરેલી એસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સાહેબના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજી જુદી જુદી-૨૧ વીમા કંપનીઓમાંથી વીમા પોલીસી મેળવી તથા વાહનલોન મેળવી કુલ રૂ.૧૪ કરોડની છેતરપીંડી કૌભાંડનો પર્દાફાશ કરતી રાજુલા પોલીસ ટીમ

કામગીરી કરનાર અધિ.શ્રી તથા કર્મચારીઓ આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન પરમાર તથા પો.સબ.ઇન્સ એ.એમ.રાધનપરા તથા જી.એમ.જાડેજા તેમજ સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા અનોપસિંહ ગગજીભાઇ સોલંકી તથા સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા હરેશભાઇ દુલાભાઇ કવાડ તથા સર્વેલન્સ સ્કોડના પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ વાળા તથા રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા ચંદ્રેશભાઇ મનુભાઇ કવાડ તથા ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા કરવામાં આવેલ છે,

*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230330-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *