Gujarat

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા અનડીટેકટ ફેટલના ગુન્હાને ડીટેકટ કરી વાહન સાથે આરોપીને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ, અમરેલી નાઓએ અમરેલી જીલ્લામા બનતા અનડીટેક્ટ ગુન્હાઓ સત્વરે ડિટેક્ટ કરવા તથા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલીનાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય.
ગુનાની વિગત-
ગઇતા.૨૨/૦૩/૨૦૨૩ના રોજ ફરીયાદીના ભત્રીજા વિશાલભાઇ માંગરોળીયા રાત્રી આશરે ના ૭.૧૦/૦૦ થી ક.૧૦/૩૦ વાગ્યા દરમ્યાન પોતાનુ કાળા કલરનુ મો.સા, લઇને સા.કુંડલા રોડ થી અમરેલી તરફ આવતા ગુજકોમીલ પાસે કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા મરણ ગયેલ અને વાહન ચાલક ભાગી જતા જે બાબતે અમરેલી તાલુકા પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૩૦૧૬૫/૨૩ IPC કલમ ૩૦૪ અવિ મુજબનો ગુન્હો અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધમા નોંધાયેલ.જે સુચના અને માર્ગદર્શન અન્વયે શ્રી પી.બી.લકકડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર અમરેલી તાલુકા પો.સ્ટે. તથા અમરેલી તાલુકા પોલીસ ટીમ દ્વારા જુદી જુદી જગ્યાએ સીસીટીવી ફુટેજ તથા ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને ખાંભા તાલુકાના તાંતણીયા ગામેથી ઝડપી પાડી ધોરણસરની કામગીરી કરેલ છે.
ગુન્હામા પકડાયેલ આરોપીની વિગત :-
(૧) રજનીભાઇ કામેશ્વરભાઇ મેહતા ઉ.વ.૫૮ ધંધો ડ્રાઇવીગ રહે તાંતણીયા, પ્રાથમીક શાળા પાછળ, તા.ખાંભા, જી.અમરેલી
આ કામગીરીમાં અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી તાલુકા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી.લક્કડ અમરેલી તાલુકા પો.સ્ટે.નાઓની પોલીસ ટીમ જોડાયેલ હતી.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

FB_IMG_1681234548104.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *