Gujarat

અમરેલી મુકામે કાઠી દરબાર શૈક્ષણિક સેમીનાર યોજાયો… આ જીવતરનું ઘડતર કરવું હશે તો ભણતર જરૂરી છે – જય વસાવડા

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
અમરેલી મુકામે અવધ રિસોર્ટનાં ખૂબજ રમણીય વાતાવરણમાં સમગ્ર અમરેલી જિલ્લા કાઠી ક્ષત્રિય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દીને યોગ્ય રાહ બતાવવા, રાજુલા, સાવરકુંડલા, અમરેલીની KDET કાઠી દરબાર એજ્યુકેશન ટીમ દ્વારા ગાંધીનગર ટીમના માર્ગદર્શન નીચે આ શૈક્ષણિક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે આંતરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત જય વસાવડાએ સતત એક કલાક સુધી રસાળ શૈલીમાં, પોતાનાં અનુભવો, પોતાનાં વાંચનથી પ્રાપ્ત થયેલ જ્ઞાન પીરસ્યું હતું. તેમણે KDET નાં તમામ વિદ્યાર્થીઓ માટે પોતાનાં તમામ પુસ્તકો પચાસ ટકા કિંમતે આપવાની જાહેરાત કરી હતી.
આ કાર્યક્રમમાં સનરાઈઝ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અને પત્રકાર સંઘનાં અધ્યક્ષ પ્રતાપભાઇ ખુમાણે યુવાનોને જુની રૂઢિમાંથી બહાર નીકળી સમાજનાં મુખ્ય પ્રવાહમાં ભળી જવા અનુરોધ કર્યો હતો. સ્વદેશે પુજયતે રાજા… પણ વિદ્વાન સર્વત્ર પૂજયતે… એ ઉક્તિ સમજાવી હતી. આ ઉપરાંત જ્યોત્સનાબેન ભગત, જીતુભાઈ ખુમાણ દ્વારા પણ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. ભાવનગરથી સુભાષ ખુમાણ અને તેમની સમર્પણ ધ્યાન સમિતિ દ્વારા ખૂબજ ઉપયોગી માહિતી આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રણજીતભાઈ ધાધલે કર્યું હતું. ભાણકુંભાઈ ચાંદુ, અજયભાઈ ખુમાણ જાબાળ, ડો વલકું ખુમાણ, મજબૂતભાઇ બસિયા, ભુપતભાઈ વરુએ આ આયોજન પાછળ ખૂબજ જહેમત ઉઠાવી હતી. આ સેમીનારનું મુખ્ય આકર્ષણ અવધ ટાઇમ્સ નાં તંત્રી અને અવધ રિસોર્ટનાં માલીક ભરતભાઈ ચૌહાણ તરફથી રું ૧,૧૧,૦૦૦/- રકમનો ચેક પ્રોત્સાહન રૂપે કાઠી સમાજનાં ક્રિકેટ ક્ષેત્રે ઉભરતા સિતારા કાર્તિક ગીડા કે જે પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ગીડા રાજકોટનાં પુત્ર છે. તેમને અર્પણ કર્યો હતો.સોલંકી કેબલ અનકભાઈ વાળા અને જયરાજભાઈ વાળા તરફથી આ સેમીનારનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

IMG-20230528-WA0065.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *