Gujarat

અમરેલી શહેરમાં ચક્કરગઢ રોડ પર આવેલ ઓમ મોબાઇલ નામની દુકાનમાંથી બીલ કે આધાર પુરાવા વગરના શંકાસ્પદ મોબાઇલ ફોન નંગ-૩ જેની કિ.રૂ.૭૫૦૦/- સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પો.સ્ટે. સર્વેલન્સ ટીમ

હે પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેપી ભંડારી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં બનતા મિલ્કત સંબધી ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપી પકડવા તેમજ ચોરીમો ગયેલ મુદ્દામાલ રીકવર કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી ડી.વી.પ્રસાદ તથા અમરેલી સીટી પો.સ્ટે સર્વેલન્સ ટીમ આજરોજ અમરેલી ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ચક્કરગઢ રોડ પર આવેલ ઓમ મોબાઇલ નામની દુકાનમાં બીલ કે આધાર પુરાવા વગરના મોબાઇલ ફોન રાખી વેચાણ કરે છે જેથી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરી કોઇ બીલ કે આધાર પુરાવા વગરના મોબાઇલ ફોન નંગ-૩ જેની કિ.રૂ. ૭૫૦૦/- સાથે એક ઇસમને પકડી શક પડતી મિલ્કત તરીકે C.R.P.C કલમ ૧૦૨ મુજબ કબજે કરી મનકુર ઇસમ વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી C.R.P.C, કલમ ૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરેલ છે.
પકડાયેલ આરોપી જયેશભાઇ મનસુખભાઇ શીરોયા રહે અમરેલી બટારવાડી પટેલ ડીઝલ વાળી શેરી તા.જી.અમરેલી શક પડતી મીલ્કત તરીકે કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) mi કંપનીનો રેડમી ૦૪ તેના IMEI NO.855685039652086 કિ.રૂ.૩૦૦૦/
(૨) mi કંપનીનો રેડમી ૦૪ તેના IMEI NO.866132038846428 કિ.રૂ.1000/-
(3) NOKIA કંપનીનો 200 મોડલ નો કિપેડવાળો IMEI NO.354101059717403. કિ.રૂ.૧૫૦૦/-
આમ, આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી ડી.વી પ્રસાદ તથા અમરેલી સીટી પો.સ્ટે સર્વેલન્સ ટીમના હેડ કોન્સ. દિનેશભાઇ વિનુભાઇ તથા પો.કોન્સ. જગદીશભાઇ શાર્દુળભાઇ તથા ધવલભાઇ દિલીપભાઇ તથા રાજુભાઇ દકુભાઇ તથા ચિરાગભાઇ કાળુભાઇ તથા વનરાજભાઇ વલકુભાઇ દ્વારા કરવામા આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230421-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *