જૂનાગઢ જિલ્લા જળસંચયના કામોને વેગવાન બનાવવા માટે કલેક્ટરશ્રી રચિત રાજે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી.
કલેકટર કચેરી ખાતે અમૃત સરોવર સુજલામ સુફલામ જળ અભિયાનની સમીક્ષા બેઠકમાં કલેક્ટર શ્રી રચિત રાજે નિર્ધારિત થયેલા જળસંચયન કામો વહેલી તકે પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું. સાથે જ તેમણે આ કામોનો લાભ ખેડૂતોને મળી રહે તેની તકેદારી લેવા માટે સૂચના આપી હતી.
આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં જિલ્લામાં હયાત તળાવને અમૃત સરોવર તરીકે વિકસાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ સ્થળો લોકો માટે હરવાં ફરવા સ્થળ બની રહે તે માટે સૌંદર્યકરણની કામગીરી કરવામાં આવી રહી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એલ.બી. બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી.જી. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


