Gujarat

અરજદારોએ આગામી તા. 10 જૂન સુધીમાં કાલાવાડ મામલતદારશ્રીની કચેરીને અરજી મોકલવાની રહેશે

સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ
ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ
'તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે.
જે અંતર્ગત, જામનગરના કાલાવડ તાલુકામાં 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' આગામી તા. 28 જૂનના રોજ સવારના
11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેસ્ટશ્રી, કાલાવડના અધ્યક્ષસ્થાને કાલાવડ
મામલતદાર કચેરીના મિટિંગ હોલમાં યોજવામાં આવશે.
તેથી,અરજદારોએ આગામી તા. 10 જૂન સુધીમાં 'તાલુકા સ્વાગત કાર્યક્રમ' ના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/ અરજી ઉક્ત
દર્શાવેલા સરનામાં પર મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ અત્રે દર્શાવેલી તમામ બાબતોનું પાલન કરવાનું
રહેશે. જે અંતર્ગત,
(1) જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ, અને
રજૂ કરેલો પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે.
(2) કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ.
(3) કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર- પુરાવા સાથે રજુઆત કરી શકશે.
(4) કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહીં.

(5) તાલુકા સ્વાગતમાં પ્રશ્ન રજૂ કરતા પૂર્વે જો ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો પહેલા ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રીશ્રી કે
ગ્રામસેવકશ્રીને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ, અને તે પ્રશ્ન અરજીની તારીખે અનિર્ણિત હોવો જોઈએ.
કાલાવડ તાલુકાના તમામ નાગરિકોને કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદારશ્રી, કાલાવડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *