Gujarat

અરજદાર શ્રી ગફરભાઈ જેઠવાએ સ્વાગત કાર્યક્રમના મધ્યમથી થયેલ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો

સ્વાગત કાર્યક્રમના માધ્યમથી લોકોના પ્રશ્નોનું ત્વરિત સમાધાન મળી રહ્યું છે. તેવા જ એક પ્રશ્નનું વંથલીમાં ગણતરીના કલાકોમાં જ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાની નિર્દેશોથી ઉકેલવાની દિશામાં કાર્યવાહીની શરૂ થઈ ગઈ હતી.

પ્રશ્ન એવો હતો કે, એક વર્ષો જુના વડ ઝાડના મૂળ અને ડાળીઓથી આજુબાજુની ઈમારતને નુકસાન પહોંચાડી થઈ રહ્યું હતું. વાવાઝોડાની સ્થિતિમાં અકસ્માત થવાનો પણ રહેતો. આ સંદર્ભે વંથલીના ગફારભાઈ ઇબ્રાહીમભાઇ જેઠવાએ તાલુકા કક્ષાનું સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કર્યો હતો. જેને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ રૂબરૂ સાંભળ્યો હતો અને વડના ઝાડથી થતી અગવડતા અને નુકસાનીને હલ કરવા માટે નિર્દેશ આપ્યા હતાં. તેના પગલે કલાકોમાં જ નડતરરૂપ વડને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

ગફારભાઈ જેઠવા કહે છે કે, સ્વાગત સ્વાગત કાર્યક્રમમાં નડતરરૂપ થતા ઝાડના પ્રશ્ન કલેકટર શ્રી સમક્ષ રજૂ કર્યું કર્યો હતો. તે સંદર્ભે સંબંધીત અધિકારીઓને સૂચના આપતા ત્વરિત ઝાડ કાપવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી. આમ, આ પ્રશ્ન ગણતરીના કલાકોમાં હલ થતો જણાતા શ્રી ગફરભાઈ જેઠવા સ્વાગત કાર્યક્રમના મધ્યમથી થયેલ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેના દ્વારા જનપ્રશ્નોનું ત્વરિત નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.

vad-jad-gafar-bhai-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *