Gujarat

અલૌકિક આકાશીય નજારો                 

ગતરોજ સૂર્યાસ્ત બાદ ગુજરાતનાં આકાશમંડળમાં પશ્ચિમ દિશામાં ચંદ્ર, ગુરુ અને શુક્રની યુતિનો અલૌકિક નજારો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ મીન રાશિમાં ચંદ્ર ૨૫ અંશ, ગુરુ ૧૫ અંશ અને શુક્ર ૬ અંશની સ્થિતિએ ત્રણેય સમાન અંતરે ઊભી લીટીમાં હોઈ આ સુંદર દ્રશ્ય નરી આંખે જોવાનું આપણાં માટે શક્ય બન્યું હતું. આવી જ બીજી આકાશીય ઘટના આગામી તારીખ 1 અને 2 માર્ચનાં રોજ પણ જોવા મળી શકશે. ધીમે ધીમે શુક્ર અને ગુરુનું અંતર ઘટતું જશે અને બન્ને ગ્રહો એકમેકની નજીક આવી જશે.

(તસ્વીર : વિજય પટેલ, ઓલપાડ)

IMG-20230224-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *