Gujarat

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતા પુર્વક ૮ વર્ષ પુર્ણ

ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન” ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, અને EMRI GHS દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરુ કરવામાં આવી હતી.

રાજ્યની મહિલાઓને સામાજિક અને આર્થિક રીતે સુદ્રઢ બનાવવા હંમેશા ચિંતિત અને પ્રયત્નશીલ રહેતી રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે “સેફ સિટી” પ્રોજેક્ટ હેઠળ રાજ્યના વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા અને આર્થિક-કેપિટલ એવા અમદાવાદ શહેરમાં ખૂબ જ ઓછા સમયમાં રેસ્ક્યુવાનની સેવા મળી રહે તે હેતુથી નવી કુલ-૧૨ અભયમ રેસ્ક્યુવાનને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ તા:૦૫/૦૩/૨૦૨૩ નાં રોજ માન,મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે. આમ, સમગ્ર દેશમાં ગુજરાત એ આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, જેમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ ૫૯ રેસ્ક્યુવાનનો કાફલો ૨૪x૭ મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત રહેશે.
માત્ર ૦૮ વર્ષનાં ટુંકા સમય ગાળામાં જ ૧૧,૭૬,૧૦૨ થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. અને ૧૮૧એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇ ને ૨,૩૭,૯૦૧ જેટલા મહિલાને મદદ પુરી પાડેલ છે. અને ૧,૪૯,૩૩૫ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. ૭૧,૮૭૨ જેટલી મહિલાઓના ગંભીરપ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યું કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા.
આ પ્રસંગે શ્રી. જશવંત પ્રજાપતિ ચિફ ઓપરેટિંગ ઓફીસર, ઇએમઆરઆઇ, જણાવેલ કે “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્રારા મહિલા સશક્તિકરણના ક્ષ્રેત્રમાં એક ખુબ મહત્વની સેવા તરીકે સાબિત થઈ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંજવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. આજના દિવસે તેઓશ્રીએ ગુજરાત સરકારનો આભાર માનવા સહ ગુજરાતમાં ૨૪ X ૭ કાર્યરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સરાહના કરતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થયેલ છે તેમજ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાતએ શ્રેષ્ઠ વ્યવસ્થા સાથેનું ‘આદર્શ રાજ્ય’ બનવા પામેલ છે.”
૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા:
મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે.
૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરેલ છે.
પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.
મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.
મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.
ફોને ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગ વી. ની માહિતી તેમજ કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે તાલિમબદ્ધ કાઉન્સિલર સાથેની રેસ્ક્યુની ૨૪ કલાક કાર્યરત રહેતી સેવા.
રાજ્ય સરકારની મહિલાલક્ષી યોજનાઓ અંગેની જરૂરી માહિતી તેમજ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવીકે મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાળ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ, નારી સંરક્ષણ ગ્રુહ વી. મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરંસ દ્વારા સીધૂ જોડાણ કરવામાં આવે છે. સાથેજ, સરકારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.
કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?
મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો)
શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ
લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો
કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ)
આર્થીક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો
રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહિ શકાય તેવી ઇન્ટીગ્રેટેડ ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના અધ્યતન મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણ તત્કાલીન માન. મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના વરદ હસ્તે તા ૬ ઓગસ્ટ, ૨૦૧૮ ના રોજ કરવામાં આવેલ.
છેલ્લા ૦૮ વર્ષમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં સલાહ-સુચન-મદદ-માર્ગદર્શન માટે જિલ્લાવાર મળેલ કોલની માહિતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230307-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *