ગીરગઢડા
ભરત ગંગદેવ
સમગ્ર વિશ્વમાં વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને યુનોમાં ૨૦૨૩ ના વર્ષને મીલેટ્સ વર્ષ ઉજવવાની જાહેરાત કરી અને સમગ્ર વિશ્વના ૭૨ દેશોનું ધ્યાન હાલ જીણાધાન એટલે કે જવ, જુવાર, રાગી, કોદરી, સામો, કાંગ, બંટી, બાવટો, બાજરો, જેવા જીણા ધાન આપણા પૂર્વજોનો રોજીંદો મુખ્ય ખોરાક હતો પરંતુ હાલ તે આપણી થાળીમાંથી ગાયબ થઈ ચૂક્યો છે. ત્યારે ઘર ઘર મિલેટ્સ હર ઘર મીલેટ્સ પારંપરિક ભોજન તરફ પાછા વળીએ તે માટે એક સેમીનારનું આયોજન તા.૧૬ ના વેરાવળ ખાતે થયેલ છે. આ સેમીનારમાં મિલેટ્સ અંગે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરતા પદ્મશ્રી ડોક્ટર ખદરવલી થી પ્રેરિત થઈને ઓમની ઓજસ ગ્રુપ આખા ગુજરાતમાં મીલેટ્સની ઉપયોગીતા અંગે જાગૃતિ લાવવા સચોટ માહિતી પ્રદાન કરનાર છે.
અમદાવાદ ની સંસ્થા ઓમનિ ઓજસના ઉપક્રમે ડોક્ટર પલ્લવભાઈ દેસાઈ (એમ.ડી હોમિયોપેથીક મેડિકલ ઓફિસર સોલા સિવિલ અમદાવાદ) નો આ સેમિનાર હાલાઈ લોહાણા મહાજન વેરાવળ ના નેજા હેઠળ ઇન્ડિયન મેડિકલ એસો., આર્ટ ઓફ લિવિંગ, ભારત વિકાસ પરિષદ, સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટ, લોક જાગૃતિ મંચ સહીતની વિવિધ સંસ્થાઓના સંકલન અને ભરતભાઈ કારીયા તથા વેરાવળ પીપલ્સ બેંક અને મર્કન્ટાઇલ બેંક ના સહકારથી આયોજન કારયેલ છે જેમાં પરિવાર સાથે પધારી મીલેટ્સ એટલે કે જેમાં ૧૫ જાતના જીણા ધાન્યની વિવિધ વાનગીઓના ઉપયોગથી આરોગ્ય ને થતા ફાયદાઓ સાથે તે ધાન્યમાંથી કેટલી વાનગીઓ બને તેનું પ્રોજેક્ટર પ્રેઝન્ટેશન કરવામાં આવનાર છે. આ આરોગ્યલક્ષી સેમિનારમાં ઉપસ્થિતિ રહેવા નિમંત્રણ છે..
સેમિનાર માં સહયોગી સંસ્થાઓ
શ્રી લોહાણા મહીલા મંડળ., રઘુવીર સેના મહિલા પાંખ
કસ્તુરબા મહિલા મંડળ., લેડીસ ક્લબ વેરાવળ.
ઈનરવિલ ક્લબ વેરાવળ સખીવ્રુન્દ ક્લબ વેરાવળ
પોલીસ વિભાગ સીટી પોલીસ સ્ટેશન. વેરાવળ.
બાર એસોસિયેશન વેરાવળ
જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ગીર સોમનાથ
વેરાવળ સેવા સઘ વેરાવળ
શ્રી રામ ગૌ સેવા મંડળ વેરાવળ, અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળ
સેમિનારના અંતે સૌ સાથે મળી મિલેટ્સની વાનગીઓનો અલ્પાહાર મા સ્વાદ માણીશું.
આવો આપણે સૌ સાથે મળી આંતરરાષ્ટ્રીય મિલેટ્સ 2023ના વર્ષને શ્રેષ્ઠ રીતે ઉજવીએ.
*સંકલન/ વ્યવસ્થાક*
અનિષ રાચ્છ મો.૯૮૯૮૦ ૪૨૦૪૨ તથા શૈલેષભાઈ રાયઠઠ્ઠા મો.૯૮૨૪૨ ૫૨૦૫૨ નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.
