સુરત
સુરત શહેરના વેસુ ખાતે ખેલ ઘર સ્પોર્ટસ અરેનાનો શુભારંભ કરવામાં આવ્યું છે. ક્રિકેટ સિવાય અન્ય રમતોને પણ પ્રોત્સાહન મળે તે દિશામાં સુરત શહેરની અંદર તૈયારી કરવામાં આવી રહી છે. ખાસ કરીને બેડમિન્ટન રમવા માટે ખેલાડીઓને સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સ્થળે એક મલ્ટી સ્પોર્ટ્સ ફેસીલીટી છે આર્ટિફિશિયલ ગ્રાસ ટર્ફ છે તથા ફૂટબોલ ક્રિકેટ અને અન્ય ગ્રાઉન્ડની રમત રમી શકાય છે. આંતરરાષ્ટ્રીય લેવલના ૬ બેટમિન્ટન કોર્ટ બનાવવામાં આવ્યા છે. આજરોજ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્થળે સ્પોર્ટ્સ રમતના તમામ સાધનો મૂકવામાં આવ્યા છે. જેના થકી અંતરાષ્ટ્રીય રમતમાં સુરતના ખેલાડીઓ જઈ શકે. ખેલ ઘરના સંચાલક હર્ષ શ્યામસુખા અને પ્રતીક બછાવતે જણાવ્યું હતું કે સુરતમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે તેમજ આંતરરાષ્ટ્રીય લેવલ સુધી સુરતના ખેલાડીઓ આગળ આવે અને બેડમિન્ટનને પ્રોત્સાહન આપવા આ સુવિધા અમે ઉભી કરી છે.
