ઔદ્યોગિક તાલીમ સંસ્થા-માણાવદર દ્વારા ઉનાળુ વેકેશનના દરમિયાન શાળાના ધોરણ ૮ કે તેથી વધુ અભ્યાસ કરતા જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે સમર સ્કિલ વર્કશોપનું તા.૨૫મી મેથી આયોજન કરવામાં આવ્યું છે.
આ સમર સ્કિલ વર્કશોપમાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. ચાર દિવસ સુધી દરરોજ બે કલાક 30 મિનિટ સુધી તાલીમાર્થીઓને બેચ નક્કી કરાય છે. જેમાં કોમ્પ્યુટર સેક્ટર, ઇલેક્ટ્રિકલ સેક્ટર, ઓટોમોબાઇલ સેક્ટર, મિકેનિકલ સેક્ટર, ગારમેન્ટ સેક્ટર જેવા ક્ષેત્રમાં વિવિધ પ્રવૃત્તિઓ અંગેની સમજ આપવામાં આવશે. તેમ આઈ.ટી.આઈ-માણાવદરના આચાર્યશ્રી દ્વારા એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.
