આઈ.ટી.આઈ-મેંદરડા દ્વારા ઉનાળાના વેકેશન દરમિયાન ધોરણ ૭ કે તેથી વધુ અભ્યાસ કરતા જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે સમર સ્કીલ વર્કશોપનું તા.૨૫/૫/૨૦૨૩ થી તા.૩૧/૫/૨૦૨૩ સુધી આયોજન કરવામાં આવ્યું છે.
આ સમર કેમ્પમાં અલગ અલગ ૪ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. પાંચ દિવસ સુધી દરરોજના બે કલાક, ૨૦ તાલીમાર્થીઓની બેચ નક્કી કરવામાં આવનાર છે.
કોમ્પ્યુટર સેક્ટર, ઇલેક્ટ્રિકલ સેક્ટર, મિકેનિકલ સેક્ટર ઓટોમોબાઇલ સેક્ટર વગેરે ક્ષેત્રમાં વિવિધ પ્રવૃત્તિઓ અંગે સમજ આપવામાં આવશે. વધુમાં ઉકત સમર કેમ્પમાં જોડાનાર તાલીમાર્થીઓને ગુજરાત સરકાર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. આઈટીઆઈ-મેંદરડાના આચાર્યશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
