આજરોજ જામનગર એસ.ટી. ડેપો ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા 14 મી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો 132મો જન્મ જયંતી નો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે જામનગર એસ.ટી.વિભાગના વિભાગીય નિયામક જાડેજા સાહેબ તેમજ મિલનભાઈ રાઠોડ એસ.ટી. ડી. એમ. જામ ખંભાળીયા તેમજ શીખાબેન તેમજ અન્ય સંગઠનના આગેવાનો જયપાલસિંહ અને વિરેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા. અને જામનગર ડેપોના કામદાર મિત્રોએ હાજરી આપી હતી. ભારતીય મજદૂર સંઘ ના અધ્યક્ષ સ્થાને કરેલ આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો. જેમાં માં ભારતીય મજદૂર સંઘના ઉપ.પ્રમુખ મહિપતભાઈ આગેવાન વાળા ભાઈ તેમજ કાર્યાલય મંત્રી સોલંકીભાઈ ઉપસ્થિત રહ્યા હતા. અને ભારતીય મજદૂર સંઘના મહામંત્રી સંજયભાઈ ડોડીયા અને તેની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી…………………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા………..


