Gujarat

આજે છોટાઉદેપુર ખાતે ભગુરિયાનો મેળો ભરાયો હતો,

હોળી એ ભારત વર્ષમાં ઉજવાતો પર્વ છે,પરંતુ હોળી પર્વનું રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારમાં અનેરું મહત્વ છે,હોળી એ આદિવાસીઓનું સૌથી મોટો અને મહત્વનો પર્વ મનાય છે અને એટલેજ ન માત્ર હોલિકા દહનના દિવસે પરંતુ હોળીના એક સપ્તાહ પૂર્વથી શરૂ થઈ હોળી પશ્ચાત એક સપ્તાહ સુધી એટલેકે એક પખવાડિયા સુધી હોળી પર્વની વિવિધ રૂપે ઉજવણી કરવામાં આવે છે,અને સમગ્ર વર્ષ દરમિયાન ધંધા રોજગાર,મજૂરી કે નોકરી કરવા તેઓ રાજ્યમાં કે દેશના ગમે તે ખુણે ગયા હોય પરંતુ હોળીનો તહેવાર ઉજવવા તેઓ સહપરિવાર માદરે વતન પરત ફરતા હોય છે અને હર્ષોઉલ્લાસ સાથે હોળીના પર્વની ઉજવણી કરે છે,હોળી પૂર્વે દરેક ગામમા ભરાતા અઠવાડિક હાટ બજારના દિને લોકો હાટ બજારમાં હોળીની ખરીદી કરે છે અને બપોર બાદ ભંગુરિયાનો મેળો ભરાય છે. આજે છોટાઉદેપુર ખાતે મહિલા પોલીસ સ્ટેશનની બાજુમાં ભંગુરિયાંનો મેળો ભરાયો હતો આસપાસના અનેક ગામોમાંથી આદિવાસીઓ પારંપરિક વસ્ત્રો પરિધાન કરી રામઢોલ ,પાવા,થાળી વગાડતા આદિવાસી શૈલીમાં નાચતા કૂદતાં નૃત્ય કરી મોજ કરતા જોવા મળ્યા હતા, હોળી પર્વને ઉજવવા માટેની પોતાના વડવાઓની પેઢી દર પેઢી થી ચાલતી પોતાની સંસ્કૃતિ અને પરંપરા ને આજની પેઢી નિભાવી રહી છે,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230304_165230.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *